મુંબઇ: ફિલ્મ ફેર એવોર્ડ્સ 2019માં બોલિવૂડ સ્ટાર્સને આપ ઘણાં હસી મજાકનાં પળ માણતા જુઓ છો આ એવોર્ડ ફંક્શનમાં ઘણી વખત ઇમોશનલ મોમેન્ટ પણ જોવા મળે છે. આવી જ એક ઇમોશનલ મોમેન્ટ જાહ્નવી ખુશી અને બોની કપૂર સાથે બની જ્યારે 64માં ફિલ્મફેર એવોર્ડ્સ 2019ની સેરેમની દરમિયાન શ્રીદેવીને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું. આ દરમિયાન આખી કપૂર ફેમિલી બોની કપૂર, જાહ્નવી કપૂર ખુશી કપૂર શ્રીદેવીને યાદ કરીને ભાવૂક થઇ ગઇ હતી. આ ઇવેન્ટમાં જાહ્નવી, ખુશી અને ફિલ્મ મેકર કરણ જોહરે ઇવેન્ટમાં શ્રીદેવીને યાદ કરીને કેટલાંક કિસ્સા પણ શેર કર્યા હતાં.
આપને જણાવી દઇએ કે, શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી, 2018નાં રોજ થયુ હતું. દુબઇમાં ફેમિલી વેડિંગનો ભાગ બનવા પહોચેલી શ્રીદેવીનું લગ્ન બાદની રાત્રે અચાનક જ હોટલનાં બાથટબમાં ડુબી જવાથી મોત થઇ ગકયુ હતું. આ સમયે જાહ્નવી કપૂર ત્યાં હાજર ન હતી. બોલિવૂડમાં શ્રીદેવીએ 300થી વધુ ફિલ્મોમાં કામ ર્યુ છે.
છેલ્લે તેમણે મોમ ફિલ્મમાં કામ કર્યુ હતું. જેમાં તેઓ ઓનસ્ક્રિન નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળે છે. આ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડથઈ સન્માનિત કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર