જ્યારે શ્રીદેવીનાં ચક્કરમાં આખો દેશ બન્યો હતો April Fool..!

અનુપમે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ અને મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરની સાથે મળીને શ્રીદેવીની બહેન તરીકે શૂટ કરાવ્યું હતું

અનુપમે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ અને મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરની સાથે મળીને શ્રીદેવીની બહેન તરીકે શૂટ કરાવ્યું હતું

 • Share this:
  મુંબઇ: એક એપ્રિલ એવો દિવસ છે જ્યારે મોટાભાગનાં લોકો એક બીજાને ફૂલ બનાવે છે અને તેમની મજાક ઉડાવે છે. આવું જકંઇક 90નાં દાયકામાં થયુ હતું. જેમાં શ્રીદેવી, અનુપમ ખૈર, ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ, મેકઅપ આર્ટિસ્ટ મિકી કોનટ્રાક્ટર અને બ્લિટ્સઝ મેગેઝિનનાં સંસ્થાપક શામેલ હતાં.

  ખરેખરમાં 90નાં દશકની શરૂઆતમાં મુંબઇથી છપાનારી પ્રખ્યાત ફિલ્મી મેગેઝિન સિને બ્લિટ્સનાં કવર પેજ પર એક ગ્લેમર્સ ફોટો છપાઇ. મોડલનું નામ પ્રભાદેવી જણાવવામાં આવ્યું. મેગેઝિને દાવો કર્યો કે આ મોડલ તે સમયની સુપર સ્ટાર શ્રીદેવીની ખોવાયેલી બહેન છે.

  આ તસવીરો દેશ આખામાં હંગામો મચાવી લીધો. લોકો પ્રભાદેવી પાછળ પાગલ થવા લાગ્યા તેને લગ્નનાં પ્રપોઝલ પણ મળવા લાગ્યા. પણ ત્યારે તમામને જાણવા
  મળ્યું કે, પ્રભાદેવી ખરેખરમાં અનુપમ ખૈર છે. અનુપમે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ અને મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરની સાથે મળીને શ્રીદેવીની બહેન તરીકે શૂટ કરાવ્યું હતું. આ સાથે જ શ્રીદેવીની બહેન વાળી કહાનીને લોકોમાં ઘણી જ ઉત્સુક્તા જગાવી હતી.

  આ શૂટ ખુબજ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું. શૂટ કરનારી ટીમ ઉપરાંત ફક્ત શ્રીદેવી જ એકલી હતી જેને આ પ્રેક વિશે માહિતી હતી. શ્રીદેવીએ પણ આ આખો પ્રેન્ક ગુપ્ત રાખ્યો હતો. મેગેઝીનમાં મેટર છપાયા બાદ શ્રીદેવીનાં પરિવારને લાગ્યુ કે સસ્તી લોકપ્રિયતા મેળવવા કોઇએ આ પ્રકારનો સ્ટંટ કર્યો છે.
  Published by:Margi Pandya
  First published: