આ જગ્યાએ મુકાશે શ્રીદેવીની મીણની મૂર્તિ, પહેલી ઝલક આવી સામે
આ જગ્યાએ મુકાશે શ્રીદેવીની મીણની મૂર્તિ, પહેલી ઝલક આવી સામે
બોલિવૂડની દિલકશ અદાકાર શ્રીદેવીનું મીણનું સ્ટેચ્યૂ તૈયાર થઇ રહ્યું છે. સિંગાપોરનાં મેડમ તુસાધ મ્યૂઝિયમમાં 4 સેપ્ટેમ્બરનાં રોજ આ મીણની મૂર્તિનું અનાવરણ થશે.
બોલિવૂડની દિલકશ અદાકાર શ્રીદેવીનું મીણનું સ્ટેચ્યૂ તૈયાર થઇ રહ્યું છે. સિંગાપોરનાં મેડમ તુસાધ મ્યૂઝિયમમાં 4 સેપ્ટેમ્બરનાં રોજ આ મીણની મૂર્તિનું અનાવરણ થશે.
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની દિલકશ અદાકારા શ્રીદેવીનો ગત 13 ઓગષ્ટનાં રોજ જન્મદિવસ હતો. અને આ સમયે તેનાં લાખો ચાહનારાને ગુડન્યૂઝ મળી. સિંગાપોરનાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તેનું એક્સક્લૂસિવ વેક્સ સ્ટેચ્યૂ મુકવામાં આવશે. આ ખબર બાદથી ફેન્સ મીણીની શ્રીદેવીને જોવા માટે રાહ જોઇ રહ્યાં હતાં. હવે આ ઇન્તેઝાર પૂર્ણ થઇ થવા જઇ રહ્યો છે. આવતીકાલે 4 સપ્ટેમ્બરનાં રોજ શ્રીદેવીનાં વેક્સનાં સ્ટેચ્યૂનું અનાવરણ થશે.
શ્રીદેવીનાં મીણીનાં પુતળાની તસવીરો તેનાં જન્મદિવસ પર મેડમ તુસાદ સિંગાપોર તરફથી ટ્વિટ કરવામાં આવી હતી. આ તસવીરોમાં તેનો સંપૂર્ણ લૂક તો નજર નથી આવી રહ્યો. પણ તેની કેટલીક ઝલક જોવા મળી રહી છે. આ પુતળું કેટલું વૈભવી હશે તેની એક ઝલક જોવા મળી છે.
Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForeverpic.twitter.com/AxxHUgYnzt
બોની કપૂરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં શ્રીદેવીનાં પુતળાની એક ઝલક નજર આવી રહી છે. બોની કપૂરે આ વીડિયોની સાથે લખ્યું છે કે, 'શ્રીદેવી ન ફક્ત અમારા, પણ કરોડો ફેન્સનાં દિલોમાં જીવીત રહેશે. હું આતુરતાથી રાહ જોઇ રહ્યો છું મેડમ તુસાદમાં તેનાં પુતળાનાં અનાવરણનું'
શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018નાં આ દુનિયા છોડીને ચાલી ગઇ. અને તેનાં પ્રિયજનો અને પ્રશંસકોને શોકમાં ડુબાડી ગઇ. જ્યારે શ્રીદેવીનું નિધન થયુ ત્યારે તે માત્ર 54 વર્ષની હતી. તેણે દુબઇમાં અંતિમ શ્વાસ લીધા. હોટલનાં બાથરૂમનાં ટબમાં ડુબીને તેનું નિધન થઇ ગયુ હતું. જેમ તેનાં નિધનનાં સમાચાર આવ્યાં તો કોઇપણ આ સમાચાર પર વિશ્વાસ ન કરી શક્યું. તેનાં પરિવાર જ નહીં પણ ફેન્સને પણ આ આઘાતમાંથઈ બહાર આવવામાં સમય લાગ્યો. હવે સિંગાપોરથી શ્રીદેવીનાં ફેન્સ માટે એક ગુડન્યૂઝ આવી છે ત્યાં શ્રીદેવું મીણનું પુતળું મુકાવવાનું છે. જેનું અનાવરણ 4 સ્પટેમ્બરનાં રજ થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર