શું ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું શ્રીદેવીનું મોત?

શ્રીદેવી

રવિવારે આખો દિવસ લિપ સર્જરીના સમાચાર સામે આવ્યા. શ્રીદેવીએ પોતે યુવા દેખાવા માટે અનેક સર્જરી કર્યાની વાત પણ આખો દિવસ મીડિયામાં છવાયેલી રહી હતી.

 • Share this:
  શ્રીદેવીનું અચાનક મોત તેના કરોડો ચાહકોને રડાવી ગયું. મોડી રાત્રે જ્યારે શ્રીદેવીનાં મોતનાં સમાચાર આવ્યા ત્યારે લોકોને મોટો આઘાત પહોંચ્યો હતો. લોકો વિશ્વાસ ન્હોતા કરી રહ્યા કે શ્રીદેવી આટલી ઝડપથી દુનિયા છોડી શકે છે. બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં દુબઇ ગયેલી શ્રીદેવીના મોત પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  દુબઇ પોલીસ તરફથી શ્રીદેવીના મોતની તપાસમાં લગાડવામાં આવેલી વારને કારણે અનેક સવાલ થઈ રહ્યા છે કે એકદમ સ્વસ્થ્ય દેખાતી શ્રીદેવીને અચાનક હૃદયરોગનો હુમલો કેવી રીતે આવી શકે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તેણે લિપ સર્જરી કરાવી હતી, જેના કારણે તે અમુક દવાઓ લઈ રહી હતી. આ દવાઓના સેવનથી તેને હાર્ટ એટેક આવી શકતો હતો.

  અનેક વેબ પોર્ટલ્સના જણાવ્યા પ્રમાણે શ્રીદેવી પોતે યુવાન દેખાવા માટે એવી દવાઓનું સેવન કરી રહી હતી જેના કારણે તેના હૃદયને નુકસાન થયું હતું અને તે અચાનક દુનિયાની છોડીને ચાલી ગઈ હતી.

  જોકે, ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ જગ્યાએ જે દવાઓના નામ આપવામાં આવી રહ્યા છે તેના કારણે હૃદયને કોઈ ખરાબ અસર થતી નથી.

  રવિવારે આખો દિવસ લિપ સર્જરીના સમાચાર સામે આવ્યા. શ્રીદેવીએ પોતે યુવા દેખાવા માટે અનેક સર્જરી કર્યાની વાત પણ આખો દિવસ મીડિયામાં છવાયેલી રહી હતી.

  પરંતુ બીએલ કપૂર હોસ્પિટલના મુખ્ય પ્લાસ્ટિક સર્જન ડોક્ટર લોકેશ કુમાર કહે છે કે, 'આવું માનવું ખરેખરે મુશ્કેલ છે. માની લઈએ કે તેણીએ લિપ સર્જરી કરાવી હતી, પરંતુ આમ છતાં એવી કોઈ દવા નથી જેના કારણે હૃદય પર અસર પહોંચે છે.'

  ડોક્ટરે કહ્યું હતું કે, 'કોઈ પણ કોસ્મેટિક સર્જરી પછી લેવામાં આવતી કોઈ દવાની સાઇડ ઇફેક્ટ થાય તો પણ હૃદય પર તેની કોઈ અસર નથી થતી. એવામાં કોઇ લિપ સર્જરીને દવાને કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યાની વાત માની શકાય તેવી નથી.'

  હૃદયરોગ નિષ્ણાત નરેશ ત્રેહાને જણાવ્યું હતું કે, એવું કહેવું મુશ્કેલ છે કે કોઈ દવાના સેવનથી તેને એેટેક આવ્યો હતો. કારણ કે હૃદયરોગના હુમલા માટે હૃદયની બીમારી જરૂર છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર કંઈ પણ કહેવું મુશ્કેલ છે. એવી કોઈ જ પ્રિસ્ક્રાઇબ્ડ દવા કે કોઈ ડ્રગ્સના સેવનથી સીધી હાર્ટ એટેકે આવવાની શક્યતા બહું ઓછી છે.

  ડોક્ટર લોકેશ પણ કહે છે કે જો શ્રીદેવી ડ્રગ્સ લઈ રહી હોય તો આવું શક્ય નથી. કોઈ દવા કે ડ્રગ્સથી અચાનક હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા નહિવત્ છે. આથી જ ડ્રગ્સના કારણે શ્રીદેવીનું મોત થયાના સમાચારનો કોઈ આધાર નથી.

  જોકે, શ્રીદેવીની લિપ સર્જરી કરવામાં આવી હતી કે નહીં તે અંગે તમામ ડોક્ટર્સે કોઈ ટિપ્પણ કરી ન હતી. કારણ કે કોઈ પણ કોસ્મેટિક સર્જરી અંગે ફક્ત જોઈને કંઈ કહેવું મુશ્કેલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: