Home /News /entertainment /

પહેલીવાર બોની કપૂરે કર્યો ખુલાસો, આખરે હોટલના રૂમમાં થયું હતું શું?

પહેલીવાર બોની કપૂરે કર્યો ખુલાસો, આખરે હોટલના રૂમમાં થયું હતું શું?

  શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં 24 ફેબ્રુઆરીની રાતે બાથટબમાં ડુબવાથી નિધન થયું હતું. તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પહેલા કેટલીય વાતો મીડિયામાં આવી. પરંતુ કોઈ નક્કર જાણકરી મળતી ન હતી કે એ રાતે એવું તો શું બન્યું દુબઈના રૂમ નંબર 2201માં. ફિલ્મ સમીક્ષક કોમલ નાહટાએ દાવો કર્યો છે કે શ્રીદેવીના પતિ બોની કપુરે અંતિમ ક્ષણ અંગે તેમની સાથે વાતચીત કરી છે કે તે રાતે હકિકતમાં શું થયું હતું.

  શ્રીદેવી પોતાના ભાણેજ મોહિત મારવાહના લગ્ન માટે દુબઈ ગઈ હતી. બોની કપૂર અને ખૂશી પરત આવ્યાં હતાં અને શ્રીદેવી ત્યાં દુબઈમાં જ રોકાઈ ગઈ હતી. કોમલે કહ્યું કે તેને ત્યાંથી ઘણી શોપિંગ કરવાની હતી. જે જાહન્વીએ આપી હતી. આ લિસ્ટ તેમના મોબાઈલ ફોનમાં સેવ હતી. શ્રીદેવી 21 ફેબ્રુઆરીના રોજ શોપિંગ કરવા માંગતી હતી અને પરંતુ તેમનો આ મોબાઈલ બીજે ક્યાંક ભુલાઈ ગયો હતો.

  જેથી શ્રીદેવી આખો દિવસ શ્રીદેવીએ આરામ કર્યો હતો. 22 ફેબ્રુઆરીના રોજ તેમણે મિત્રો સાથે સમય વ્યતિત કર્યો, આરામ કર્યો અને વાતો કરી. 23 ફેબ્રુઆરીના રોજ પણ તેમણે આરામ કર્યો. બોનીએ બીજીતરફ નક્કી કર્યું કે તે દુબઈ જઈને શ્રીને સરપ્રાઈઝ આપશે.બોનીએ જણાવ્યું હતું કે, જ્યારે તેણે મને કહ્યું, પાપા (શ્રીદેવી બોનીને આ નામથી બોલાવતી હતી) હું તને મિસ કરૂં છું. મેં પણ કહ્યું કે હું પણ તને ઘણો મિસ કરૂં છું. હું શ્રીને દુબઈમાં સાંજે મળવાનો હતો. જાહ્નવીએ પણ બોનીની આ વાતને સમર્થન આપતાં કહ્યું કે તમે જાવ જો શ્રી એકલી રહેશે તો પાસપોર્ટને મહત્વની વસ્તુઓ આડીઅવળી કરી દેશે.

  બોની કપૂરે કહ્યું કે મેં દુબઈ માટેની સડા ત્રણ વાગ્યાની ફ્લાઈટ બુક કરી છે. શ્રીએ મને ફરી ફોન કર્યો જ્યારે હું ઈન્ટરનેશનલ એરપોર્ટનાં લોંજમાં હતો. મે તેને કીધું કે હું મીટિંગમાં છું. મારો ફોન ઓફ થઈ શકે છે એટલે પરેશાન ન થતી. હું મીટીંગ પછી તને ફોન કરીશ.

  બોની કપૂર 6-20 કલાકે સાંજે દુબઈની તે હોયલમાં પહોંચી ગયો. તેણે ચેકઈનની ઔપચારિકતા પૂરી કરી અને શ્રીના રૂમની ડુપ્લિકેટ ચાવી લીધી. જ્યારે મેં એને સરપ્રાઈઝ આપી તો એ બહું જ ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું કે તમે મને લેવા આવશો એવો આભાસ મને થઈ ગયો હતો. બોનીએ પોતાની આંખોમાં આંસુ સાથે નાહટાને કહ્યું કે અમે અડધો કલાક સુધી વાતો કરી અને પહેલા હું અને પછી તે નાહવા ગઈ.  મેં લગભગ 15 મિનિટ સુધી ટીવી જોયું મને બેચેની થઈ રહી હતી. મેં શ્રીને બે વાર બૂમ પાડી. તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં બાથરૂમનું બારણું પણ ખખડાવ્યું તો પણ કોઈ જવાબ ન આવ્યો. પછી મેં દરવાજો ખઓલી દીધો તો જોયું કે શ્રી પાણીમાં ડુબેલી છે. માથાથી પગ સુધીની આંગળીઓ પાણીમાં તરી રહી છે. મને કાંઈ જ ખબર ન હતી પડી રહી કે હું શું કરૂં. બાથટબમાથી જરા પણ પાણી બહાર નહતું આવ્યું. એટલે એવું પણ ન હોય કે તેણે થોડા હાથ પગ પણ ફેરવ્યાં હોય.

  શ્રીના નિધનની ખબર થોડી જ વારમાં દેશ-દુનિયામાં ફેલાઈ ગઈ. અને મોટાપ્રમાણમાં તેમના ચાહકો ગમગીન બની ગયા, પરિવાર પર જાણે આભ ફાટી ગયું હોય તેવી અનુભૂતિ પણ થઈ.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Sridevi, Sridevi Boney kapoor

  આગામી સમાચાર