ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું આજથી એક વર્ષ પહેલાં 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની એક હોટલમાં બાથટબમાં પડી જતાં મોત થયું હતું. કપૂર પરિવારમાં આજે શોકનો માહોલ છે. એવામાં જાહ્નવી કપૂર, સોનમ કપૂર, બોની કપૂરે સોશિયલ મીડિયામાં શ્રીદેવીને યાદ કરી. ત્યાં જ બોની કપૂરે શ્રીદેવી માટે ચેન્નઇમાં એક ખાસ પૂજાનું પણ આયોજન કર્યું હતું. જેની કેટલીક તસવીરો સામે આવી છે.
શ્રીદેવીની પહેલી ડેથ એનિવર્સરી પર ચેન્નઇમાં પૂજા થઇ હતી, જેમાં જાહ્નવી કપૂર અને ખુશી કપૂર હાજર રહી હતી. તસવીરમાં જોઇ શકાય છે કે ખુશી અને જાહ્નવી બન્નેએ ફૂલોની માળા પહેરી હતી. બીજી તસવીરમાં ફૂલોની વચ્ચે શ્રીદેવીની એક તસવીર રાખેલી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીદેવી હંમેશા તેની પુત્રી જાહ્નવી કપૂરની ફિલ્મ જોવા માગતી હતી. પરંતુ તેનું આ સપનું પૂરું ન થઇ શક્યું. શ્રીદેવીની મોત બાદ જાહ્નવી કપૂરની ફિલ્મ 'ધડક' રીલિઝ થઇ હતી. જાહ્નવી કપૂર હંમેશા એ વાત કહેતી આવી છે કે, તેને આ ફેમ તેના પરિવારને કારણે મળ્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર