દુબઈમાં શ્રીદેવીનો અનિલ કપૂર સાથે છેલ્લા ડાન્સનો વીડિયો વાયરલ

 • Share this:
  બોલિવૂડની લેડી અમિતાભ તરીકે ઓળખાતી શ્રીદેવીનું ભાણેજ મોહીત મારવાહના લગ્નના 4 દિવસ પછી દુબઈમાં નિધન થયું છે. દુબઈથી તેમના પાર્થિવ શરીરને ભારત લાવવાની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. આશા છે કે આજે તેમનો પાર્થિવ દેહ ભારત લાવી શકાશે.

  આ દરમિયાન ભાણેજ મોહિતના લગ્નમાં શ્રીદેવીએ અનિલ કપૂર સાથેના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  દુબઈમાં લગ્નના ઉત્સાહમાં ડુબેલા બંન્ને એક્ટર અભિનેત્રી જેક્લિનના સુપર હીટ સોન્ગ 'ચિટીંયા કલાઈયા' પર ડાન્સ કરતાં દેખાઈ રહ્યાં છે. આ અનિલ કપૂર સાથે શ્રીદેવીનો છેલ્લો ડાન્સ હતો. જો કે બંન્નેમાંથી કોઈને આનો અંદાજ નહીં હોય કે આ તેઓનો સાથે છેલ્લો ડાન્સ હશે.  #SRIDEVI AND #ANILKAPOOR DANCING AT WEDDING..😔🙏🙏


  A post shared by Nishant Singh (@nishantsingh2580) on


  જણાવી દઈએ કે અનિલ કપૂર શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ છે. અનિલ અને શ્રીદેવીએ સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે. તેમણે 12 ફિલ્મો સાથે કરી છે. તેઓ ફેમીલી ફંકસનમાં હંમેશા સાથે દેખાતા હતાં.

  આ પહેલા શ્રીદેવીનો પતિ બોની કપૂર સાથેનો આ જ લગ્નનો વીડિયો પણ વાઈરલ થયેલો. આ ઉપરાંત પણ શ્રીદેવીનો અન્ય પણ એક તે જ પ્રસંગનો વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે ફ્લાઈંગ કિસ કરતી દેખાય છે. છેલ્લો શ્રીદેવીની મોતની ખબરથી ફિલ્મ જગત સદમામાં છે. સોશિયલ મીડિયામાં પણ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ શોક વ્યક્ત કરે છે. તેની ઘણી તસવીરો પણ ટ્રેન્ડ થઈ રહી છે. જેમાં તેમના બાળપણથી માંડીને અત્યાર સુધીની છે.
  Published by:Kaushal Pancholi
  First published: