Home /News /entertainment /Sridevi Birth Anniversary: હીરો કરતાં પણ વધુ ફી વસૂલતી શ્રીદેવી, પરિવાર માટે મૂકી ગઇ કરોડોની સંપત્તિ
Sridevi Birth Anniversary: હીરો કરતાં પણ વધુ ફી વસૂલતી શ્રીદેવી, પરિવાર માટે મૂકી ગઇ કરોડોની સંપત્તિ
શ્રીદેવી, એક્ટ્રેસ
બોલિવૂડ પર 80ના દશકમાં રાજ કરનારી શ્રીદેવીની પૂરી સંપત્તિ 247 કરોડ રૂપિયાની બતાવામાં આવી રહી છે. ડિઝાઈનર કપડાં, મોંઘા ઘરેણાં, વિદેશમાં ફેમિલી ટ્રીપ વગેરે તેમને ખૂબ પસંદ હતું. તે ઘણી બધી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહેતી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી ફિલ્મ જગતની સૌથી પહેલી ફિમેલ સુપરસ્ટાર. આ ખિતાબ માટે શ્રીદેવી સિવાય બીજુ કોઈ નામ વિચારી ન શકાય.24 ફેબ્રુઆરી 2018 ના રોજ શ્રીદેવીનું અચાનક નિધનથી તેમના ફેન્સ અને આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ હતી . આજે શ્રીદેવીનો જન્મ દિવસ છે. શ્રીદેવી બોલિવૂડના પહેલા ફીમેલ સુપરસ્ટાર હતા . શ્રીદેવીએ તેનાં સમયની નંબર વન એક્ટ્રેસ હતી. તે સૌથી વધારે મહેનતાણું લેનારી એક્ટ્રેસ હતી. તેની મિલકત અંગે વાત કરીએ તો, શ્રીદેવીનાં ત્રણ-ત્રણ ઘર હતા. આ ઉપરાંત તેની પાસે અન્ય ઘણી સ્થાવર મિલકત પણ હતી.
આટલી સંપત્તિ મૂકીને ગઇ શ્રીદેવી- બોલિવૂડ પર 80ના દશકમાં રાજ કરનારી શ્રીદેવીની પૂરી સંપત્તિ 247 કરોડ રૂપિયાની બતાવામાં આવી રહી છે. ડિઝાઈનર કપડાં, મોંઘા ઘરેણાં, વિદેશમાં ફેમિલી ટ્રીપ વગેરે તેમને ખૂબ પસંદ હતું. તે ઘણી બધી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહેતી હતી.. શ્રીદેવીના એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે તેમના પિતા તેમને હંમેશા ખૂલીને જિંદગી જીવવાની સલાહ આપતા હતા.
બોલીવુડની પહેલી સુપરસ્ટાર હિરોઇન- શ્રીદેવી બોલિવૂડની પેહલી સુપરસ્ટાર હિરોઈન હતી જેને ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી હતી જોકે, તે ફિલ્મ ક્યારેય બની શકી નહિ. તો પણ 1985 થી 1992 સુધી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે ફી લેનારી એક્ટ્રેસ રહી. 15 વર્ષના ગેપ પછી જયારે તેણે ફિલ્મ ‘ઇંગલિશ વિંગ્લિશ’થી કમ બેક કર્યું ત્યારે તે 5 કરોડ ફી લીઘી હોવાની વાત હતી.
લગ્ઝુરિયસ જીવનની શોખીન હતી શ્રીદેવી- ઓડી, પોર્શે , મસારેટી અને બેટલે જેવી કાર્સની કે શોખીન હતી, 300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રીદેવી એ પોતાની કમાણીથી ત્રણ ઘર ખરીદ્યા હતા, જેની માર્કેટ વેલ્યુ આજે 62 કરોડથી પણ વધારે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર