શું ચીરયૌવન મેળવવા માટે કરાવેલી 29 સર્જરી બની મોતનું કારણ?

શ્રીદેવીએ ક્યાકરેય તેની સર્જરીની વાત સ્વિકારી નથી

શ્રીદેવીએ ક્યાકરેય તેની સર્જરીની વાત સ્વિકારી નથી

 • Share this:
  મુંબઇ: શાનદાર અભિનયથી લોકોનાં દિલમાં રાજ કરનારી બોલિવૂડની હવાહવાઇ ગર્લ હવે આપણી વચ્ચે નથી રહી. શનિવારે રાત્રે શ્રીદેવીનું દુબઇની હોટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઇ ગયું. પણ હમેશા બધાની
  વચ્ચે ફિટ એન્ડ પરફેક્ટ દેખાનારી રિઅલ લાઇફમાં જરાં પણ ફઇટ ન હતી. તેનાં અંતિમ સમયનાં વીડિયોમાં પણ તે પતિ બોની કપૂર સાથે ડાન્સ કરતી નજર આવે છે. પણ કેટલાંક રિપોર્ટ્સની માનીયે તો શ્રીદેવીની સર્જરી જ તેનાં મોતનું કારણ હોય તેમ લાગે છે.

  સોર્સિસની માનીયે તો પોતાને ચીરયૌવન રાખવા માટે શ્રીદેવી ઘણી જ એન્ટી એજિંગ દવાઓનું સેવન કરતી હતી. તેમજ તેણે 29 જેટલી બોટોક્સ સર્જરીઓ પણ કરાવી છે. જેમાંની એક સર્જરી યોગ્ય રીતે પાર પડી ન હતી. જેને કારણે શ્રીદેવીને ઘણી તક્લીફ પડી રહી હતી. સાઉથ કેલિફોર્નિયાની એક કોસ્મેટિક સર્જનની દેખરેખમાં શ્રીદેવીએ આ તકલીફો ઓછી કરવા માટે ગત લાંબા સમયથી દવાઓ પણ લઇ રહી હતી. જેને 'ડાયટ પિલ્સ' કહેવાય છે.

  શ્રીદેવીએ તેનાં પેટની ફેટ ઓછી કરવા માટે પણ ટ્રિટમેન્ટ કરવી હતી. તો ચહેરાને ચીરયૌવન પ્રદાન કરવા માટે બોટોક્સ ટ્રિટમેન્ટ પણ કરાવી છે. ગત દિવસોમાં શ્રીદેવી તેની લિપ સર્જરીને કારણે ચર્ચામાં હતી. જોકે શ્રીદેવીએ ક્યાકરેય તેની સર્જરીની વાત સ્વિકારી નથી. પણ તેની લિપ સર્જરીની તસવીરો જ્યારે જાહેર થઇ ત્યારે તેણે સર્જરી કરવાની હોવાનું સ્પષ્ટ થતુ હતું.  શ્રીદેવીનુ મોત હાર્ટ એટેકને કારણે થયુ છે તેવું ડોક્ટર્સનું કહેવું છે. પોસ્ટ મોનોપોઝ બાદ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે પુરૂષો અને મહિલાઓમાં હાર્ટની સમસ્યાનું પ્રમાણે 3:1 હોય છે. પણ મોનોપોઝ બાદ તે સમાંતર થઇ જાય છે.

  આપને જણાવી દઇએ કે પોતાને ચીરયૌવન પ્રદાન કરવા માટે ફક્ત શ્રીદેવી એકલી જ નથી જેણે બોટોક્સ ટ્રિટમેન્ટનો ઉપયોગ કર્યો હોય. બોલિવૂડની ઘણી એવી હસીનાઓ છે જેણે આવી અનેક સર્જરી કરાવી છે. જેમાં સુષ્મિતા સેન, રેખા, કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, વાણી કપૂર, બિપાશા બસુ જેવી એક્ટ્રેસિસ પણ શામેલ છે.
  Published by:Margi Pandya
  First published: