સાયનાની બાયોપિક માટે શ્રદ્ધાએ શરૂ કરી 'સીક્રેટ તૈયારી', તસવીરો આવી સામે

સાયનાની બાયોપિક માટે શ્રદ્ધાએ શરૂ કરી 'સીક્રેટ તૈયારી', તસવીરો આવી સામે
સાયના નહેવાલની ફિલ્મ પર કામ સેપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે

સાયના નહેવાલની ફિલ્મ પર કામ સેપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે

 • Share this:
  મુંબઇ: ડાઇલોગ રાઇટર અમિતોષ નાગપાલે થોડા સમય પહેલાં આ તસવીર શેર કરી હતી. 'સાયનાની સ્ક્રિપ્ટ લોક થઇ ચૂકી છે અને નવી જર્ની શરૂ થઇ રહી છે.' આ વાતને  ડિરેક્ટર અમોલ ગુપ્તાએ કન્ફર્મ કરી છે. જે પ્રોડ્યૂસર ભૂષણ કુમારની સાથે બેડમિંટન ખિલાડી સાયના નેહવાલનાં જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ ફિલ્મનું  પ્રિ-પ્રોડક્શનનું કામ શરૂ થઇ ગયુ છે.

  સાયનાનાં જીવન પર બની રહી છે ફિલ્મ


  બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલનાં જીવન પર બનનારી ફિલ્મનું પ્રિ-પ્રોડક્શનનું કામ શરૂ થઇ ગયુ છે. ફિલ્મનું કામ સેપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. શ્રદ્ધઆ, સાયના નેહવાલ કેવી રીતે બેડમિન્ટન રમે છે તે જોવા શ્રદ્ધઆ પહોંચી હતી અને તેની સાથે બેડમિન્ટન પણ રમી હતી. તે તેની બારીકીયો સમજી રહી છે.

  શ્રદ્ધા હાલમાં સાયનાને સંપૂર્ણ ઓબઝર્વ કરી રહી છે. તે જોઇ રહી છે કે સાયના ઘરે કેવી રીતે વાતચીત કરે છે. કારણ કે સાયના હરિયાણાનાં હિસ્સાર વિસ્તારની છે  અને તે ઘરે હરિયાણવી ભાષાનો ઉપયોગ કરે છે. અમોલ ગુપ્તા આ ફિલ્મ પર ઓગષ્ટ 2015થી કામ કરી રહ્યાં છે.

  ગત વર્ષ જૂન મહિનાથી શ્રદ્ધાએ કરી કામની શરૂઆત
  શ્રદ્ધા કપૂરે ગત વર્ષ જૂન મહિનાથી સાયનાનાં બાયોપિક પર કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. સાથે જ તે હાલમાં બે ફિલ્મો પર કામ કરી રહી છે એક શાહિદ કપૂર સાથે 'બત્તીગુલ મીટર ચાલુ' અને બીજી છે પ્રભાસની સાથે 'સાહો'.

  Published by:Margi Pandya
  First published:May 25, 2018, 16:15 pm

  टॉप स्टोरीज