Home /News /entertainment /Spider-Man: No Way Home એ રેકોર્ડ બનાવ્યો, ગ્લોબલ બોક્સ ઓફિસ પર કર્યો 1 અબજ ડોલરનો બિઝનેસ

Spider-Man: No Way Home એ રેકોર્ડ બનાવ્યો, ગ્લોબલ બોક્સ ઓફિસ પર કર્યો 1 અબજ ડોલરનો બિઝનેસ

સ્પાઈડર મેનઃ નો વે હોમ ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન

‘Spider-Man No Way Home’ Box Office: સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝી (Spider-Man: No Way Home), આ ફિલ્મે કોરોના મહામારી દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મની જબરદસ્ત સફળતાથી મેકર્સની ખુશીનો પાર નથી રહ્યો.

‘Spider-Man No Way Home’ Box Office: આ ફિલ્મ ગ્લોબલ બોક્સ ઓફિસ પર $1 બિલિયનથી વધુની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની છે. સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝી (Spider-Man: No Way Home), આ ફિલ્મે કોરોના મહામારી દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો છે. આ શાનદાર રેકોર્ડ સાથે, આ વર્ષે એટલે કે, 2021માં પણ સૌથી વધુ કમાણી માટે પોતાનું નામ બનાવ્યું છે. માર્વેલ સ્ટુડિયોની પ્રખ્યાત ફ્રેન્ચાઈઝી ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત જોવામાં આવી રહી છે. ફિલ્મની જબરદસ્ત સફળતાથી મેકર્સની ખુશીનો પાર નથી રહ્યો.

12 દિવસનું કલેક્શન 1 બિલિયન ડોલરને પાર કર્યું છે

'સ્પાઈડર મેનઃ નો વે હોમ' 16 ડિસેમ્બરે ભારતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચાહકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું અને તેની હિન્ટ આપી દીધી હતી કે, આ ફિલ્મ જબરદસ્ત હિટ થવાની છે. વર્ષ 2021માં વૈશ્વિક બોક્સ ઓફિસ પર આ ફિલ્મના શાનદાર કલેક્શને (‘Spider-Man No Way Home’ Box Office Collection) ફિલ્મ નિર્માતાઓને ખુશી આપી છે. આ ફિલ્મે કોવિડ-19 મહામારી નીકળવાના સમયગાળા દરમિયાન સ્થગિત ફિલ્મ ઉદ્યોગમાં નવો જીવ ફૂંકવાનું કામ કર્યું છે. ફિલ્મ નિર્માતાઓએ વિશ્વભરના દર્શકોનો આભાર માન્યો છે.

કોરોના મહામારી વચ્ચે કમાણીનો રેકોર્ડ તૂટી ગયો

સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ સારો દેખાવ કરશે, પરંતુ ફિલ્મ પંડિતોને પણ આટલા મોટા કલેક્શનની અપેક્ષા નહીં હોય. જોકે ફિલ્મે પહેલા જ દિવસે પોતાની કમાણીથી બધાને ચોંકાવી દીધા હતા. 10 દિવસમાં આ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં 2021ની ફેવરિટ ફિલ્મ બની ગયેલી 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' (Spider-Man No Way Home)નો ક્રેઝ દર્શકોમાં યથાવત છે. સ્પાઈડર-મેન ફ્રેન્ચાઈઝી, જેણે ક્રિસમસ અને નવા વર્ષનું શાનદાર રીતે સ્વાગત કર્યું છે, તેણે ફિલ્મનું કલેક્શન રેકોર્ડબ્રેક $1 બિલિયનથી વધુનું થઈ ગયું છે.

આ પણ વાંચો'Spider-Man: No Way Home': 'સ્પાઈડર મેનઃ નો વે હોમ'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી?

તમને જણાવી દઈએ કે, આ ફ્રેન્ચાઈઝીની 2019ની ફિલ્મ 'સ્પાઈડર-મેન: ફોર ફ્રોમ હોમ' (Spider-Man: No Way Home)  બોક્સ ઓફિસ પર $1 બિલિયનનો આંક તોડનારી પ્રથમ 'સ્પાઈડર-મેન' ફિલ્મ બની હતી.
First published:

Tags: Box Office, Box office Collection, Hollywood Movie, Hollywood News