બોલિવુડ મેગાસ્ટાર શ્રીદેવી સાથે બાળપણની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ શીતલ સુવર્ણા ગોરી સાથે ખાસ મુલાકાત

બોલિવુડ મેગાસ્ટાર શ્રીદેવી સાથે બાળપણની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ શીતલ સુવર્ણા ગોરી સાથે ખાસ મુલાકાત
ફાઈલ તસવીર

માત્ર 4 વર્ષની ઉંમરથી તેમણે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે અનેક યાદગાર ફિલ્મો આપી છે. તેમની જાણીતી ફિલ્મોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવનાર જાણીતા એક્ટ્રેસ શીતલ સુવર્ણા ગોરી આજે તેમને કેવીરીતે યાદ કરે છે.

 • Share this:
  અમદાવાદઃ બોલિવુડ મેગાસ્ટાર (Bollywood megastar) શ્રીદેવીની (Sridevi) આજે ત્રીજી પુણ્યતિથી છે. 2018માં તેઓ દુબઈમાં એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુથી બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) અને દેશ-વિદેશમાં વસતા તેમના ચાહકોને ખુબજ દુખ અનુભવાયુ હતું. તેઓ આજે પણ માનવા તૈયાર નથી કે શ્રીદેવી જેવી ઉમદા કલાકાર આપણી વચ્ચે નથી. માત્ર 4 વર્ષની ઉંમરથી તેમણે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમણે અનેક યાદગાર ફિલ્મો આપી છે. તેમની જાણીતી ફિલ્મોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવનાર જાણીતા એક્ટ્રેસ શીતલ સુવર્ણા ગોરી (Sheetal Suvarna gori ) આજે તેમને કેવીરીતે યાદ કરે છે તે તેમની પાસેથી જાણીએ...

  1 – શ્રીદેવીના બાળપણના રોલ માટે કેટલી ફિલ્મોમાં કામ કર્યું ?


  જવાબ - ‘ચાલબાઝ’ અને ‘પથ્થર કે ઈન્સાન’ જેવી તેમની જાણીતી ફિલ્મોમાં તેમના બાળપણનો રોલ કરવાનો અનુભવ યાદગાર રહ્યો.

  2 – શ્રીદેવી સાથે કોઈ દિવસ મુલાકાત થઈ હતી ? એ અનુભવ કેવો હતો ?
  જવાબ - હા, બહુ સારો અનુભવ રહ્યો. શ્રીદેવી બાળકોને ખૂબ લાડ કરતા અને કંઈપણ ખાવાની વસ્તુ હોય તો પહેલા પૂછતા કે શીતલ બેટા તે ખાધુ ? કોલ્ડડ્રીંગ્સ અને આઈસ્ક્રીમ પણ ઘણીવાર મને ઓફર કરતા.

  આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

  3 – શ્રીદેવીની કઈ વાતો કે સંસ્મરણો છે જે તમે હંમેશા યાદ કરો છો ?
  જવાબ – સોને પે સુહાગા ફિલ્મના એક ગીતમાં 10 બાળકો હતા. શૂટ હૈદરાબાદમાં હતું. ખૂબ ગરમી હતી. ત્યાં શ્રીદેવી માટે બહુ મોટી છત્રી હતી. શોટ બ્રેકમાં તેમણે અમને કહ્યું કે “બચ્ચા પાર્ટી સબ અંદર આ જાઓ.” તેમાનું એક બાળક હું અને બીજો આજે મોટો કોરિયોગ્રાફર અને મારો ઘણો સારો મિત્ર અહેમદ ખાન છે.

  4 – ચાલબાઝ શ્રીદેવીની ખુબજ હીટ ફિલ્મ રહી જેમાં તમે તેમના બાળપણની ભૂમિકા નિભાવી. તે અનુભવ કેવો રહ્યો ?
  જવાબ – મારો પહેલો સીન અનુપમ ખેરની સાથે હતો જેમા તેઓ મને લાફો મારે છે, જે શોટ વન ટેક ઓકે થયો. ટેક પછી અનુપમજીએ કહ્યું કે, “બેટા થપ્પડ કે વક્ત સહી ટાઈમિંગ પે ફેસ હટાના કીસીને સીખાયા નહીં હૈ.” એમ કહીને તેમણે મારા કપાળ પર ચુંબન કર્યું. આ ફિલ્મના શૂટીંગ દરમિયાન બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો. શ્રીદેવી પણ મને ખૂબ પ્રેમ કરતા અને તેમના મેકઅપ રૂમમાં જ મને બેસાડતા.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

  5 – એક અભિનેત્રી તરીકે તમે તેમનામાં અને તમારામાં શું સામ્યતા જુઓ છો કેમ તમને તેમના બાળપણની ભૂમિકા મળતી ?
  જવાબ - નાનપણમાં જે કામ કરતી તે રમતાં-રમતાં કરતી અને અનાયાસે મારા ચહેરા પર જે નિર્દોષ અને તોફાની ભાવ આવતા તે શ્રીદેવી જેવા લાગતા હતા. હું શ્રીદેવીના ગીત પર ડાન્સ કરતી. તેમના જેવા એક્સપ્રેશન કોપી કરતી. જે મને આગળ જતા ખૂબ કામ આવ્યું.

  6 – જ્યારે તેમનું આકસ્મિક મૃત્યુ થયું ત્યારે તમે કેવી લાગણી અનુભવતા હતા ?
  જવાબ - હું થોડીવાર માટે તો સુન્ન થઈ ગઈ હતી અને નાનપણની તેમની સાથેની યાદો આંખો સામે આવવા લાગી હતી. આટલી સારી અભિનેત્રી અને એટલી જ સારી વ્યક્તિ આવી રીતે મૃત્યુ પામી તે જાણીને ખૂબ દુખ થયું હતું.

  7 – માત્ર છ વર્ષની ઉંમરે તમને અભિનય કરવાનું શરૂ કર્યું. શ્રીદેવીએ પણ માત્ર 4 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તમને અભિનય કરવા કોણે પ્રેરિત કર્યા હતા ?
  જવાબ - હું નાનપણથી અરિસાની સામે ડાન્સ કરતી અને સાથે ફેસિયલ એક્સપ્રેશન પણ લાવતી. તે સમયે એક શો માટે ચાઈલ્ડ આર્ટિસ્ટની જરૂર હતી અને મારા મમ્મી મને ત્યાં લઈ ગયા. 40 છોકરાઓ વચ્ચે હું એક જ છોકરી હતી અને હું સિલેક્ટ થઈ ગઈ કારણ કે મારી હેર સ્ટાઈલ બોયકટ હતી. અને શો હતો “કબીર”. જે ડીડી નેશનલ પર આવતો હતો. જેમાં કબીરના બચપનનો રોલ હું કરતી હતી. ત્યારથી અભિનયમાં મારી શરૂઆત થઈ.

  8 – શ્રીદેવી ઉપરાંત બીજી કઈ હિરોઈન્સ માટે તમે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું ?
  જવાબ - હેમા માલિની માટે “એ મેરી જાન” ફિલ્મમાં, જયાપ્રદા માટે “ચૌરાહા” ફિલ્મમાં અને ઉપાસના સિંઘ માટે “મૈં હું ગીતા” ફિલ્મમાં તેમની બાળપણની ભૂમિકામાં મેં કામ કર્યું છે.

  9 – તમે ગુજરાતી છો અને “અમદાવાદનો રિક્ષાવાળો” જેવી જાણીતી ગુજરાતી ફિલ્મમાં પણ તમે કામ કર્યું છે, આ ઉપરાંત બીજી કઈ ગુજરાતી ફિલ્મો તમે કરી છે ?
  જવાબ - નાનપણમાં જ “અમદાવાદનો રિક્ષાવાળો” ફિલ્મ કરી હતી ત્યારબાદ “લખ્તરની લાડી અને વિલાયતનો વર” ફિલ્મમાં હીતુ કનોડિયા સાથે કામ કર્યું. “તારી મહેંદી મારે હાથ” માં શ્રી નરેશ કનોડિયાજી સાથે, “વટ નો કટકો” ફિલ્મમાં અરૂણ ગોવિલ સાથે, “દલડુ ચોરાયુ ધીરે ધીરે” ફિલ્મમાં હિતેન કુમાર સાથે. આવી અનેક ગુજરાતી ફિલ્મો મેં કરી છે.

  10 – રાજસ્થાની, ભોજપુરી અને મરાઠી ફિલ્મો પણ તમે કરી છે હવે ઘણી સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે તો ફરીથી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાની ઈચ્છા ખરી ?
  જવાબ - હા, ચોક્કસ ગુજરાતી ફિલ્મ કરવી છે. મનગમતા સારા કમબેક રોલની રાહ જોઉં છું.  11 – આજે શ્રીદેવીની પુણ્યતીથિ છે, તેમના મૃત્યુને 3 વર્ષ થઈ ગયા છે. તેમના ચાહકો આજે પણ એ માનવા તૈયાર નથી કે શ્રીદેવી હવે જિવિત નથી. તો તેમના માટે શું કહેશો ?
  જવાબ – ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શ્રીદેવીની ખોટ હંમેશા રહેશે. તેમના અભિનયમાં નટખટપણું, મસ્તી સાથે ચહેરા પર અલગ જ ઈનોસન્સ પણ દેખાતી. શી ઈઝ લેજેન્ડ અને આઇ ફીલ બ્લેસ્ડ ટુ હેવ બ્યુટીફૂલ મેમોરીઝ ઓફ હર. તેમણે તેમના અભિનયથી મને પ્રેરિત કરી સાથે જ સાથી કલાકારો અને ટેક્નિશિયન્સની સાથે પ્રેમ અને સન્માનથી કેવીરીતે વર્તવું તે પણ હું તેમની પાસેથી શીખી હતી.
  Published by:ankit patel
  First published:February 24, 2021, 22:21 pm

  ટૉપ ન્યૂઝ