સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીના આ સિતારાઓએ એક ઝટકે રીજેક્ટ કરી દીધી બોલિવૂડ ફિલ્મોની ઓફર

સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીના આ સિતારાઓએ બોલિવુડ ફિલ્મોની ઓફર ફગાવી દીધી છે

ઘણા સાઉથ ઇન્ડિયન અભિનેતા-અભિનેત્રીઓ છે જેમને બોલિવૂડની ફિલ્મો ઓફર(Bollywood Film Offers) કરવામાં આવી હતી અને તેમણે એક ઝટકામાં તે ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

  • Share this:
    સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી (South Indian Cinema Industry) આમ તો ખૂબ મોટું પ્લેટફોર્મ છે. પરંતુ બોલીવૂડ (Bollywood) સાથે સરખામણી કરતા તે થોડું નાનું પડે છે. બોલીવૂડમાં કલાકારોને વધુ સારી તકો મળે છે, જે તેમને ભવિષ્યમાં તેમના કરીયરમાં પણ ફાયદો કરાવે છે. જોકે, સાઉથના અનેક સુપરસ્ટાર (South Indian Actors)ને ફેન્સ બોલિવૂડની ફિલ્મોમાં જોવા માંગે છે. ઘણા સાઉથ ઇન્ડિયન અભિનેતા-અભિનેત્રીઓ છે જેમને બોલિવૂડની ફિલ્મો ઓફર(Bollywood Film Offers) કરવામાં આવી હતી અને તેમણે એક ઝટકામાં તે ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

    અનુષ્કા શેટ્ટી

    બાહુબલી રીલીઝ થયા બાદ અનુષ્કા શેટ્ટીએ દેશભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. પરંતુ જ્યારે તેને 2011માં સિંઘમ ઓફર કરવામાં આવી તો તેણે તે ફિલ્મ એક ઝટકામાં રીજેક્ટ કરી દીધી. પોતાના વ્યસ્ત શિડ્યુલના કારણે અનુષ્કાએ ઇત્તેફાક ફિલ્મ પણ રીજેક્ટ કરી હતી.

    મહેશ બાબૂ

    સાઉથ ઇન્ડિયન સિનેમા ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર ચહેરો એટલે મહેશ બાબૂ. તેણે અનેક બોલિવૂડ ફિલ્મો રીજેક્ટ કરી છે કારણ કે તેઓએ જ્યાં શીખ્યું અને આગળ વધ્યા તેની સાથે જોડાઇ રહેવા માંગે છે.

    ફહાદ અલી

    વિશાલ ભારદ્વાજે ફહાદને એક ફિલ્મ ઓફર કરી હોવાને પોતે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો. ફહાદને ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ગમી હતી. પરંતુ તેણે કહ્યું કે જ્યાં સુધી તે તેના માટે આત્મવિશ્વાસ નહીં કેળવે તેઓ બોલિવૂડ ફિલ્મોમાં રોલ નહીં કરી શકે. તેઓ માને છે કે તેઓ આજે જે પણ છે તે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કારણે જ છે.

    નયનતારા

    ચેન્નાઇ એક્સ્પ્રેસ ફિલ્મના એક આઇટમ સોંગમાં નયનતારા દેખાઇ હતી. તેણે શાહરૂખ ખાન સાથે એક ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી હતી, પરંતુ કોઈ કારણોસર તેણે ફિલ્મ રીજેક્ટ કરી દીધી હતી.

    અલ્લુ અર્જુન

    બજરંગી ભાઇજાન સૌથી પહેલા અલ્લુ અર્જુનને ઓફર કરવામાં આવી હતી. અર્જુને આ ફિલ્મ રીજેક્ટ કરતા હ્રિતીક રોશનને આ ફિલ્મ ઓફર કરાઇ હતી. તેણે પણ કામ કરવાની ના પાડતા અંતે સલમાન ખાને આ ફિલ્મ કરી હતી. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 83 પણ અલ્લુ અર્જુનને પહેલા ઓફર કરવામાં આવી હતી. જેને અર્જુને રીજેક્ટ કરી હતી.

    નિવીન પૌલી

    નિવીન પૌલી માને છે કે મલયાલી સિવાય અન્ય કોઇ ભાષામાં ફિલ્મ કરવાનો આત્મવિશ્વાસ તેઓમાં નથી. પરંતુ તેઓ આવું કરીને પોતાની આ મર્યાદાને દૂર કરવા માંગે છે. નિવીનને વિકી કૌશલની ફિલ્મ મનમર્ઝીયા અને સુશાંતસિંહ રાજપૂત સ્ટારર છીછોરે ઓફર કરવામાં આવી હતી.

    રશ્મિકા મંદાના

    નેશનલ ક્રશ તરીકે ઓળખાતી સાઉથ ઇન્ડિયન અભિનેત્રી રશ્મિકા મંદાનાને શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્મની રીમેકમાં રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણીએ રીજેક્ટ કરી દીધો હતો. કારણ કે તેને લાગ્યું કે તે આ ફિલ્મ માટે યોગ્ય નથી. તેથી તેણે કોમર્શિયલ ફિલ્મો કરવાનું જ નક્કી કર્યુ હતું.

    પુનિત રાજકુમાર

    કન્નડ ફિલ્મસ્ટાર પુનિતને પણ બજરંગી ભાઇજાન ઓફર કરવામાં આવી હતી. પરંતુ પુનિતને સ્ક્રિપ્ટ પસંદ ન આવતા તેણે ફિલ્મ રીજેક્ટ કરી હતી.

    યશ

    કેજીએફ દ્વારા દેશભરમાં નામના મેળવનાર સુપરસ્ટાર યશને લાલ કપ્તાન ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. યશે આ ફિલ્મ રીજેક્ટ કરતા તે સૈફ અલી ખાનને મળી હતી.

    દર્શન

    કન્નડ ફિલ્મસ્ટારને ફિલ્મ દબંગ 3 ઓફર કરવામાં આવી હતી. પરંતુ દર્શને આ ફિલ્મ કરવાની ના પાડતા અન્ય અભિનેતાને અપાઇ હતી.

    આ પણ વાંચોBollywood Interesting Story : બોલિવૂડની 7 સૌથી અમીર અભિનેત્રીઓ, તેમની નેટવર્થ જાણી આંખો પહોળી થઈ જશે

    વિજય દેવરકોંડા

    વિજય દેવરકોંડાએ અનેક બોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ રીજેક્ટ કરી હતી. જેમાં અમુક હાઇ બજેટ ફિલ્મો પણ સામેલ હતી, જે તેની પોપ્યુલારીટી વધારી શકે તેમ હતી. હાલમાં જ તેમણે કરણ જોહરની ફિલ્મ કિગરની સ્ક્રિપ્ટ સ્વીકારી છે અને આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રીલીઝ થશે.
    First published: