પ્રભુ દેવાનો શાનદાર ડાન્સ જોઈને રહી જશો હેરાન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 3, 2018, 1:54 PM IST
પ્રભુ દેવાનો શાનદાર ડાન્સ જોઈને રહી જશો હેરાન, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

  • Share this:
તમિલ એક્ટર-ડાયરેક્ટર પ્રભુ દેવાને ઈન્ડિયાનો માઈકલ જેક્સન કહેવામાં આવે છે. પ્રભુ દેવા પોતાના ડ્રાન્સ માટે દુનિયાભરમાં ફેમસ થયો છે. પ્રભુની અપકમિંગ ફિલ્મ 'ગુલેબકાવલી'નો સોંગ રિલીઝ થઈ ગયો છે. આ સોંગમાં પ્રભુ દેવા પોતાના અલગ- અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે. ગુલાબે નામના સોંગમાં પ્રભુ દેવા ધમાકેદાર પ્રર્ફોમન્સ આપતા નજરે પડી રહ્યો છે. સોંગ પુરી રીતે સાઉથના અંદાજમાં છે. આ ડાંસ નંબરમાં ગજબનો ડાન્સ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત સોંગ પણ ખુબ જ કલરફુલ છે.

ફિલ્મમાં પ્રભુ દેવા સાથે હંસિકા મોટવાણી લીડ રોલમાં છે, જ્યારે રેવતી તેની સાથે સપોર્ટિંગ રોલમાં છે. રસપ્રદ વાત તે છે કે, તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હંસિકાને તક આપવાનો શ્રેય પણ પ્રભુ દેવાને જ જાય છે. પ્રભુએ 'ઈનંગ્યમ કધાલ'માં હંસિકાને તક આપી હતી. તેઓ ફિલ્મના ડાયરેક્ટર હતા. ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલિઝ થઈ રહી છે.
First published: January 2, 2018
વધુ વાંચો
अगली ख़बर