Home /News /entertainment /Good News! લગ્નના 10 વર્ષ બાદ પિતા બનશે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, પ્રેગનેન્ટ છે પત્ની ઉપાસના
Good News! લગ્નના 10 વર્ષ બાદ પિતા બનશે સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, પ્રેગનેન્ટ છે પત્ની ઉપાસના
દાદા બનવા માટે ચિરંજીવી પણ ઉત્સાહિત
Ram Charan Wife Upasana Pregnant: લગ્નના 10 વર્ષ બાદ એક્ટર રામ ચરણના ઘરમાં ખુશીઓની કિલકારીઓ ગૂંજવા જઇ રહી છે. તેની પત્ની ઉપાસના કામિનેની પ્રેગનેન્ટ છે અને જલ્દી જ એક્ટર પિતા બનવાનો છે.
Upasana Kamineni Pregnancy News: એક્ટર રામ ચરણ માટે 2022નું વર્ષ ખાસ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં RRR જેવી સુપરહિટ ફિલ્મ આપી અને હવે જ્યારે વર્ષ પૂરુ થવામાં છે ત્યારે તેના જીવનની સૌથી મોટી ખુશખબર તેને મળી છે. હવે તેણે આ ગુડ ન્યૂઝ તેના ફેન્સ સાથે પણ શેર કરી છે.
હવે તમારો ફેવરેટ રામ ચરણ જલ્દી જ પિતા બનવા જઇ રહ્યો છે. તેની પત્ની ઉપાસના પ્રેગનેન્ટ છે. આ ગુડ ન્યૂઝન રામ ચરણના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. જેનાથી ચિરંજીવી પરિવારમાં ખુશીનો માહોલ છે.
સાઉથના ટૉપ એક્ટર્સમાં સામેલ રામ ચરણ જલ્દી જ પિતા બનવા જઇ રહ્યો છે અને આ સમાચારને તેણે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એક પોસ્ટમાં લખ્યું છે, હનુમાનજીની કૃપાથી અમને જણાવતા ખુશી થઇ રહી છે કે ઉપાસના અને રામ ચરણ જલ્દી જ પહેલા બાળકના માતા-પિતા બનવા જઇ રહ્યા છે. આ અનાઉન્સમેન્ટ કપલના માતા-પિતા તરફથી કરવામાં આવી છે. જેવી આ પોસ્ટ શેર કરવામાં આવી તેને વાયરલ થવામાં સમય ન લાગ્યો. હવે સૌકોઇ આ સ્ટાર કપલને શુભકામના પાઠવી રહ્યા છે.
10 વર્ષ પહેલા થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે રામ ચરણ અને ઉપાસનાના લગ્ન 10 વર્ષ પહેલા 2012માં થયા હતા. રામ ચરણ સાઉથ સ્ટાર ચિરંજીવીનો દિકરો છે, જ્યારે ઉપાસના એપોલો ચેરિટીના વાઇસ ચેરમેન અને બી પોઝિટિવ મેગેઝિનના ચીફ એડિટર પણ છે.
બંનેએ ડિસેમ્બર 2011માં સગાઈ કરી હતી અને 2012માં લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બંને લગ્નના 10 વર્ષ પછી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે, જેને લઈને બંને ખૂબ જ ઉત્સાહિત છે. બંને નવમા ધોરણ સુધી એક જ સ્કૂલમાં સાથે હતા અને બાળપણના મિત્રો પણ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર