સાઉથ સુપરસ્ટાર NTRએ ખરીદી ભારતની પ્રથમ Lamborghini Urus Graphite capsule કાર, જાણો તેના કિંમત અને ફીચર્સ વિશે

સાઉથ સુપરસ્ટાર NTRએ ખરીદી, ભારતની પ્રથમ Lamborghini Urus Graphite capsule કાર

સુપરસ્ટાર જુનિયર એનટીઆરે તાજેતરમાં જ એક નવી લગ્ઝુરીયસ કાર ખરીદી છે. જણાવી દઈએ કે આ દેશની પ્રથમ લમ્બોર્ગિની યૂરસ ગ્રેફાઈટ કેપ્સૂલ (Lamborghini Urus Graphite capsule) કાર છે.

  • Share this:
વાત ભલે બોલિવુડ સેલેબ્સની હોય કે પછી સાઉથ ઈન્ડસ્ટ્રી (South Film Industry) ના સ્ટાર્સની, આ તમામ પોતાની પર્સનાલિટી અને એક્ટિંગ સ્કિલ્સ સિવાય પોતાની લગ્ઝુરીયસ લાઈફ સ્ટાઈલને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહેતા હોય છે. આજકાલ સાઉથના સુપર સ્ટાર નંદામુરી તારક રામા રાવ એટલે કે જૂનિયર એનટીઆર (Jr NTR) લાઈમલાઈટમાં છે ને આ પાછળનું કારણ છે તેમના ગેરેજમાં હાલમાં જ શામેલ થયેલી એક લગ્ઝુરિયસ કાર.

જી હાં, સુપરસ્ટાર જુનિયર એનટીઆરે તાજેતરમાં જ એક નવી લગ્ઝુરીયસ કાર ખરીદી છે. જણાવી દઈએ કે આ દેશની પ્રથમ લમ્બોર્ગિની યૂરસ ગ્રેફાઈટ કેપ્સૂલ (Lamborghini Urus Graphite capsule) કાર છે. નિરો નોટિક્સ મૈટે અને અરાન્સિયો આર્ગોસ કલરમાં આ કાર એનટીઆરે બેંગ્લોરના એક શોરુમમાંથી ખરીદી છે. તેમણે લગ્ઝુરિયસ કારના મામલે તમામ સુપરસ્ટાર્સને લગભગ પાછળ છોડી દીધા છે.

લમ્બોર્ગિની યૂરસ ગ્રેફાઈટ કૈપ્સૂલ કારના ફિચર્સ વિશે વાત કરીએ તો આ કાર માત્ર 3.6 સેકન્ડડમાં 0થી 100 કિલેમીટર પ્રતિકલાક અને 12.8 સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પકડી શકે છે. આ આકર્ષક કારની મહત્તમ સ્પીડ 305 કિલોમીટર પ્રતિકલાકની છે. સ્પીડ સિવાય આમાં ત્રણ ટીએફટી સ્ક્રીન અને 6 ડ્રાઈવિંગ મોડ આપેલા છે.

રિપોર્ટ્સ અનુસાર લેમ્બોર્ગિની યૂરસ ગ્રેફાઈટ કેપ્સૂલ, લમ્બોર્ગિની યૂરસ અને લમ્બોર્ગિની યૂરસ પીક કારનું પ્રિમિયમ વર્ઝન છે, જેને કંપનીએ પ્રથમ વખત ભારતમાં લોન્ચ કર્યું છે. યૂરસ અને યૂરસ પીકની કિંમત લગભગ 3.15 કરોડ રુપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે લમ્બોર્ગિની યૂરસ ગ્રેફાઈટ કૈપ્સૂલની કિંમત લગભગ 4થી 4.5 કરોડ રુપિયા છે.

જૂનિયર એનટીઆરના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો એક્ટર ટૂંક જ સમયમાં પોતાની અપકમિંગ ફિલ્મ આરઆરઆર (RRR)માં નજરે પડવાના છે. આ ફિલ્મમાં તેના અપોઝિટ બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ નજરે પડશે. જણાવી દઈએ આલિયા આ ફિલ્મ મારફતે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.

એનટીઆરના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે બિઝનેસમેન શ્રીનાથ રાવની દીકરી લક્ષ્મી સાથે વર્ષ 2011માં હૈદ્રાબાદમાં લગ્ન કર્યા હતા. આ કપલના 2 ક્યૂટ દીકરાઓ પણ છે, જેમનું નામ અભય રામ અને ભાર્ગવ રામ છે. બન્ને પોતાની લાઈફ એન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચોસલમાન ખાન અને એશ્વર્યા રાય કેમ અલગ થયા? 'મેં સલમાનનો માર પણ ખાધો છે, પણ તેણે...'

હાલ તો આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે એનટીઆરને કારનો ખૂબ શોખ છે અને એટલા માટે જ આ કાર લોન્ચ થતાની સાથે જ તેમણે આ કાર ખરીદી પોતાના ગેરેજની શોભામાં વધારો કરી લીધો છે.
Published by:kiran mehta
First published: