8 કરોડનું મકાન અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો, આવું છે હિરોઇન રશ્મિકા મંદાનાની Lifestyle
8 કરોડનું મકાન અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો, આવું છે હિરોઇન રશ્મિકા મંદાનાની Lifestyle
રશ્મિકા મંદાના સંપત્તિ
રશ્મિકા મંદાના અન્ય સ્ટાર્સની જેમ જ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેની પાસે કરોડોની કાર અને ઘર છે. આજે અહીં તમને તેની કુલ સંપત્તિ અંગે અને લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જણાવીશું
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ સફળતાના શિખરે પહોંચી ચુકી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ (South Indian Film industry)માં રશ્મિકા મંદાના એક જાણીતું નામ છે. ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા (Social Media) પર પણ તેની બહોળી ફેન ફોલૉઈંગ જોવા મળે છે. હવે તે હિન્દી ફિલ્મ જગતમાં પણ જોવા મળશે. આ સાથે તે પુષ્પ અને ગુડબાય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.
રશ્મિકા મંદાના અન્ય સ્ટાર્સની જેમ જ ખૂબ જ વૈભવી જીવન (Rashmika Mandanna Lifestyle)) જીવે છે. તેની પાસે કરોડોની કાર અને ઘર છે. આજે અહીં તમને તેની કુલ સંપત્તિ (Rashmika Mandanna Net Worth) અંગે અને લક્ઝરી લાઈફસ્ટાઈલ વિશે જણાવીશું.
રશ્મિકા મંદાનાની કુલ સંપત્તિ
રશ્મિકા મંદાના સાઉથની ફિલ્મો, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા ઘણી કમાણી કરે છે. રશ્મિકા મંદાના કન્નડ ફિલ્મ ઉદ્યોગની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. મીડિયા રિપોર્ટ મુજબ તે એક ફિલ્મ માટે 4 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. તેની કુલ નેટ વર્થ 30 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
કારનો કાફલો
રશ્મિકાને કારની શોખીન છે. તેની પાસે કારનો કાફલો છે. જેમાં આશરે 50 લાખ રૂપિયાની મર્સિડીઝ સી ક્લાસ, ઓડી ક્યુ 3 અને રેન્જ રોવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની ઇનોવા અને ક્રેટા પણ હોવાનું જાણવા મળે છે.
આલીશાન ઘર
રશ્મિકા પાસે વૈભવી મકાન છે. તે અત્યારે કામને લઈ મુંબઈમાં છે. કામ પ્રત્યે કમિટમેન્ટને ધ્યાનમાં રાખીને તેણે સાઉથમાં મુંબઈમાં પોતાનો બેઝ ખસેડયો છે. જોકે, રશ્મિકા સાઉથમાં વૈભવી ઘર ધરાવે છે. જેની કિંમત આશરે 8 કરોડ રૂપિયા છે.
મોંઘીદાટ હેનબેગ્સ
રશ્મિકાને મોંઘી એસેસરીઝનો શોખ છે. તેની પાસે મોટી સંખ્યામાં હેન્ડબેગ્સ છે. તે અવારનવાર આવા બેગ્સ સાથે જોવા મળે છે. અહેવાલો મુજબ, તેની પાસે 2થી 5 લાખ રૂપિયા સુધીના હેન્ડબેગ્સ છે. તેની સ્ટાઈલિશ ફૂટવેર પણ ખૂબ ગમે છે.
રશ્મિકા મંદાના જ્યારે પણ તેના કામથી નવરાશ મેળવે છે ત્યારે નૃત્ય, જીમ અને મુસાફરી કરવામાં પોતાનો સમય વિતાવે છે. તેનો શોખ પણ તેમના કામ સાથે મેળ ખાય છે. તેના પ્રિય ખેલાડી એમ.એસ. ધોની અને ફેવરિટ એક્ટર રજનીકાંત છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર