એક્ટર રામ ચરણ થયો કોરોના સંક્રમિત, હૉમ ક્વૉરન્ટિનમાં સારવાર હેઠળ

રામ ચરણ, અલ્લૂ અર્જુન અને નિહારિકાએ ક્રિસમસની પાર્ટી યોજી હતી, ટ્વીટ કરીને જણાવી આ વાત

રામ ચરણ, અલ્લૂ અર્જુન અને નિહારિકાએ ક્રિસમસની પાર્ટી યોજી હતી, ટ્વીટ કરીને જણાવી આ વાત

  • Share this:
    નવી દિલ્હીઃ દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણ (Ram Charan) કોરોના સંક્રમિત થયા છે. રામ ચરણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. રામ ચરણે 29 ડિસેમ્બરે સવારે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત (COVID-19) થયા હોવાની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, રામ ચરણના ક્રિસમસ સમાચાર સામે આવ્યા હતા. રામ ચરણે ક્રિસમસની ઉજવણી (Christmas Celebration) તેના પિતરાઈ અલ્લૂ અર્જુન (Allu Arjun), નિહારિકા (Niharika Konidela) અને અન્ય સાથે પાર્ટી આયોજિત કરીને કરી હતી.

    મંગળવાર સવારે રામ ચરણે ટ્વીટ કરીને જણાવ્યું કે, મારો કોરોનાવાયરસ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હાલમાં કોઈ લક્ષણો નથી અને ઘરમાં ક્વૉરન્ટિન થયો છું. આશા છે કે ઝડપથી સાજો થઈને આપની સમક્ષ ફરી આવીશ.

    આ પણ વાંચો, ‘રાષ્ટ્રીય નાયક’ બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની કબરની સ્થિતિ જોઈ આર્મીએ વ્યક્ત કરી નારાજગી

    આ ઉપરાંત, રામ ચરણે ટ્વીટમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા માટે વિનંતી કરું છું. મારી સારવારના અપડેટ્સ ટૂંક સમયમાં આપતો રહીશ.

    આ પણ જુઓ, Photos: જમ્મુ-કાશ્મીરમાં છવાઈ સફેદ બરફની ચાદર

    ક્રિસમસની કરી હતી જોરદાર ઉજવણી

    ઉલ્લેખનીય છે કે, રામ ચરણ, અલ્લૂ અર્જુન અને નિહારિકા કોનિડેલાની ક્રિસમસ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. વાયરલ થઈ રહેલી તસવીરોમાં રામ ચરણની પત્ની ઉપાસના અને અલ્લૂ અર્જુનની પત્ની સ્નેહા પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ ક્રિસમસ પાર્ટીમાં રામ ચરણની બહેન નિહારિકા કોનિડેલા પતિ ચૈતન્ય જેવીની સાથે પહોંચી હતી. નિહારિકા અને ચૈતન્યના લગ્ન મહિનાની શરૂઆતમાં જ થયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: