Home /News /entertainment /સેલિબ્રિટી કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય કેન્સલ કર્યો? પરિવારોની સમજાવટ બાદ ઘીના ઠામમાં ઘી

સેલિબ્રિટી કપલે છૂટાછેડા લેવાનો નિર્ણય કેન્સલ કર્યો? પરિવારોની સમજાવટ બાદ ઘીના ઠામમાં ઘી

ધનુષ-ઐશ્વર્યા નહીં લે છૂટાછેડા

Dhanush Aishwaryaa Divorce: સાઉથનાં સુપરસ્ટાર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં અલગ થવાની જાહેરત કરી હતી પણ હવે બંનેએ પરિવારોની સમજાવટ બાદ છૂટાછેડા મુલતવી રાખ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.

  મુંબઈ: સિનેમા ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે જ્યારે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં અલગ થવાની જાહેરત કરી ત્યારે સોશ્યલ મીડિયા (Social Media) યુઝર્સ અને કપલના ફેન્સને ભારે આંચકો લાગ્યો હતો. ધનુષે 2004માં સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બે પુત્રો છે, યાત્રા રાજા અને લિંગા રાજા.

  જોકે બંનેએ તેમના અલગ થવા પાછળનું કારણ જાહેર કર્યું ન હતું. પરંતુ એવા અહેવાલો વહેતા થયા હતા કે ધનુષ અને ઐશ્વર્યાના પરિવારો તેમને સાથે રહેવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો ઘણા પુષ્ટિ વગરના મીડિયા અહેવાલોને માનવામાં આવે તો ધનુષ અને ઐશ્વર્યાએ તેમના છૂટાછેડાને (Dhanush-Aishwaryaa Divorce) મુલતવી રાખવાનો અને બંને વચ્ચે બધુ ઠીક કરવા પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે સવારે ઇન્ટરનેટ પર સામે આવેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધનુષ અને ઐશ્વર્યા પોતાના લગ્નજીવનમાં સમાધાન કરવાનું વિચારી રહ્યા છે.

  આ અહેવાલો વાઇરલ થતાં જ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું: "હું આશા રાખું છું કે ધનુષ અને ઐશ્વર્યાએ છૂટાછેડા ન લીધા તે વિશે તે ખરેખર સાચું છે. હું ઈચ્છું છું કે ચાયસમ (ચૈતન્ય અને સમંથા)એ પણ કંઇક આવું કર્યુ હોત. પણ કમ સે કમ એક સારા સમાચાર તો મળ્યા છે." અન્ય એક વ્યક્તિએ લખ્યું, "શું ધનુષ અને ઐશ્વર્યા ફરી એક સાથે રહેવાનું નક્કી કરી રહ્યા છે?" ન્યૂઝ 18 આ અહેવાલોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.  આ વર્ષની શરૂઆતમાં ધનુષ અને ઐશ્વર્યાએ સોશ્યલ મિડિયા પર અલગ થવાની જાહેરાત કરતાં લોકોને પોતાની પ્રાઇવસીને માન આપવાની વિનંતી કરી હતી. "મિત્રો, પતિ-પત્ની, માતાપિતા અને શુભેચ્છકો તરીકે એક બીજાને 18 વર્ષ સુધી આ સફર ગ્રોથ, સમજણ, એડજસ્ટમેન્ટ અને સ્વીકારની રહી છે .. આજે અમે એક એવા વળાંક પર ઉભા છીએ જ્યાં અમારા માર્ગો અલગ પડી રહ્યા છે. એશ્વર્યા અને મેં એક દંપતી તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને અમને વધુ સારી રીતે વ્યક્તિગત તરીકે સમજવા માટે સમય કાઢવાનો નિર્ણય કર્યો છે. ધનુષે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કૃપા કરીને અમારા આ નિર્ણયનો આદર કરો અને અમને થોડી પ્રાઇવસી આપશો.”

  આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

  આ વર્ષે ઓગસ્ટમાં ધનુષ અને ઐશ્વર્યાના મોટા પુત્રએ તેની સ્કૂલના સ્પોર્ટ્સ કેપ્ટન તરીકે શપથ લીધા હતા અને તેના માતા-પિતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ફંક્શનમાંથી ઐશ્વર્યા અને ધનુષનો તેમના બાળકો સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધનુષ હવે વાથીમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતની શિક્ષણ પ્રણાલી વિશે છે. ફિલ્મના ટીઝર અને પોસ્ટરને દર્શકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. બીજી તરફ, ઐશ્વર્યા તેની આગામી ફિલ્મ ઓહ સાથી ચલથી દિગ્દર્શક તરીકે હિન્દીમાં ડેબ્યૂ કરવાની છે.
  First published:

  Tags: Bollywod, Bollywood celebs divorce, Dhanush

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन