Home /News /entertainment /10 સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર સાઉથ એક્ટરે લાઈવ આવી પત્નીને ડિવોર્સ આપવાની કરી ઘોષણા
10 સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધનાર સાઉથ એક્ટરે લાઈવ આવી પત્નીને ડિવોર્સ આપવાની કરી ઘોષણા
લાઈવ આવીને પત્નીને ડિવોર્સ આપવાની કરી ઘોષણા
સાઉથ ફિલ્મોના જાણીતા એક્ટર વિનાયકન, જે મલયાલમ ફિલ્મો માટે જાણીતા છે તેણે પત્નીથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. વિનાયકને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઘોષણા કરી છે. જણાવી દઈએ કે તેની પત્ની બબીતા બેન્કમાં કામ કરે છે.
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર વિનાયકન પોતાની પત્નીથી અલગ થઈ ગયા છે. તેણે ફેસહુત પર લાઈવ આવીને પત્નીથી અલગ થવાની ઘોષણા કરી છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો મુજબ વિનાયકને પોતાની પત્ની સાથે તમામ વૈવાહિક અને બંધારણીય સંબંધ તોડી દીધા છે અને તમામના પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર, વિનાયકન ઘણા વર્ષોથી વિવાદોમાં રહે ચે અને તેના વિવાદિત નિવેદનોને કારણે તની મેરિડ લાઈફને ઘણી પ્રભાવિત કરી છે. આ કારણે વર્ષોથી પત્ની સાથે તેના સારા સંબંધો નહતાં. મીટૂને લઈને વિવાદિત નિવેદનને લઈને વિનાયકન તકલીફમાં ફસાઈ ગયો હતો. જણાવી દઈએ કે, વિનાયકને તમિલ-તેલુગુ સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.
10 મહિલાઓ સાથે શારિરીક સંબંધ
જણાવી દઈએ કે, વિનાયકને મીટૂને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતું જેના કારણે હોબાળો થયો હતો. તેણે કહ્યુ હતું કે, મીટૂ શું છે મને નથી ખબર. તેણે કહ્યુ કે, સ્ત્રીઓ સાથે સેક્સ કરવા માટે પુછવું મીટૂ છે તો હું તેવું કરતો રહેશે. તેણે કહ્યુ કે, મેં 10 મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે.
જણાવી દઈએ કે, વિનાયકને પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 1995ની મલયાલમ ફિલ્મ માંથ્રિક્રમથી કરી હતી, જેમાં મોહાનલાલ લીડ રોલમાં હતો. વિનાયકને ત્યારે હિન્દી, તેલુગુ અને તમિલમાં પોતાના કામની શરુઆત કરી હતી. પરંતુ મલિયાલમ સિવાય તેણે તમિલ ફિલ્મોમાં વધારે કામ કર્યુ છે.
વિનાયકનના વર્કફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતની સાથે ફિલ્મ જેલરના નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. તે એક પૈન ઈન્ડિયા ફિલ્મ પણ કરી રહ્યો છે, જેની શૂટિંગ લાસ્ટ સ્ટેજ પર છે. તે મલયાલમ ફિલ્મ કરિન્થંદનનો પણ ભાગ છે અને તેની શૂટિંગ પણ ચાલી રહી છે. વિનાયકનની લાંબા સમયથી ચાલતી લંબાતી ફિલ્મ ધ્રુવ નટચરિતમ પણ રીલિઝ થવા માટે તૈયાર છે. વળી, ચિયાન વિક્રમના લીડ રોલવાળી ફિલ્મ આ વર્ષે મે મહિનામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે વિનાયકને મોટાભાગે ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ અને કોમેડિયનનું પાત્ર ભજવ્યુ હતું. તેણે પોતાના કરિયરમાં ઘણીવાર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર