Home /News /entertainment /શોકિંગ! તુનિષા શર્મા બાદ આ યંગ એક્ટરે મોતને વ્હાલુ કર્યુ, શોકમાં ડૂબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી
શોકિંગ! તુનિષા શર્મા બાદ આ યંગ એક્ટરે મોતને વ્હાલુ કર્યુ, શોકમાં ડૂબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આવ્યા એક માઠા સમાચાર
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. તેલુગુ એક્ટર સુધીર વર્મા (Sudheer Varma)એ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર વ્યાપી ગઇ છે.
Tollywood actor suicide: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આત્મહત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય પહેલા ઘણી એક્ટ્રેસીસના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. આ પછી ટીવી એક્ટ્રેસ તુનિષા વર્માનો કેસ સામે આવ્યો. પહેલા તો તેને પણ આત્મહત્યાનો મામલો ગણાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેમાં ઘણા ખુલાસા થયા અને તેને હત્યાનો કેસ કહેવામાં આવ્યો. આવી સ્થિતિમાં ફરી એકવાર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
હવે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર સામે આવી રહ્યાં છે જેણે સૌકોઇને હચમચાવી નાંખ્યા છે. 'કુંડનપુ બોમ્મા' અને 'સેકેન્ડ હેંડ' જેવી તેલુગુ ફિલ્મોમાં જોવા મળી ચુકેલા ટોલીવુડ એક્ટર સુધીર વર્મા (Sudheer Varma)એ સુસાઇડ કરી લીધું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ટોલીવુડ એક્ટર સુધીર વર્માએ વિશાખાપટ્ટનમમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સુધાકર કોમકુલાએ સુધીરના નિધનની પુષ્ટિ કરી છે. આ દુખદ સમાચાર શેર કરતા તેણે લખ્યું, આટલો પ્રેમાળ છોકરો, તને જાણીને અને તમારી સાથે કામ કરીને આનંદ થયો! આ વાતને સ્વીકારી નથી શકતો કે હવે તુ આ દુનિયામાં નથી! ઓમ શાંતિ. કહેવામાં આવી રહ્યું છે કે તેણે અંગત કારણોસર જીવન ટૂંકાવ્યુ છે.
2016માં ફિલ્મ કુંદનપુ બોમ્મા (Kundanapu Bomma)માં સુધીર વર્માએ લીડ રોલ કર્યો હતો. તેણે તુલુગુ ફિલ્મ સ્વામી રા રા સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી જે 2013માં રિલીઝ થઇ હતી. સુધીર વર્માએ 'શૂટ આઉટ એટ અલેયર' નામની એક વેબ સીરીઝમાં પણ કામ કર્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે વિજાગનો છે અને તેના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર