Home /News /entertainment /Drugs Case: ઇડી ઓફિસ પહોચ્યો Ravi Teja,રકુલપ્રીત સિંહ અને રાણા દગ્ગુબતીની પણ થઇ પૂછપરછ

Drugs Case: ઇડી ઓફિસ પહોચ્યો Ravi Teja,રકુલપ્રીત સિંહ અને રાણા દગ્ગુબતીની પણ થઇ પૂછપરછ

એક્ટર રવિ તેજા ઇડી સમક્ષ હાજર થયો

ડ્રગ્સ કેસ (Drugs Case) અને મની લોન્ડ્રિંગ મામલે સમન્સ બજાવવામાં આવતા સાઉથ સુપરસ્ટાર રવિ તેજા (Ravi Teja) ઇડી અધિકારીઓની સામે રજૂ થયો. આ કેસમાં પહેલાં એક્ટ્રેસ રકુલપ્રીત, રાણા દગ્ગુબતી, નિર્દેશક પુરી જગન્નાથ (Director Puri Jagannath)થી પૂછપરછ થઇ ચૂકી છે. સાઉથ ઇન્ડસ્ટ્રીનાં 12 સભ્યોને પણ નોટિસ બજાવવામાં આવી છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ (South)નાં સુપરસ્ટાર રવિ તેજા (Ravi Teja) મની લોન્ડ્રિંગ અને ડ્રગ્સ કેસ (Drugs Case) મામલે હૈદરાબાદમાં ઇડી ઓફિસ (ED Office)ની સામે રજૂ થયા. રવિ તેજાએ પહેલાં પુરી જગન્નાથ, ચાર્મમે કૌર, રકુલ પ્રીત સિંહ, નંદૂ અને રાણા દગ્ગુબાતીની પૂછપરછ કરી ચૂકી છે. સાઉથની ઘણી બધી ફિલ્મી હસ્તીઓ એક જુના ડ્રગ્સ કેસમાં ફસાયેલી છે. જે અંગે ઘણાં સ્ટાર્સની પૂછપરછ ચાલુ છે. હવે આ કેસમાં આજે એટલે કે ગુરુવારે સાઉથનાં પ્રખ્યાત એક્ટર રવિ તેજાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (Enforcement Directorate)ની ઓફિસ પહોંચ્યો હતો. તેની સાથે આ મામલે તેનાં ડ્રાઇવરની પણ પૂછપરછ થઇ હતી .આપને જણાવી દઇએ કે, 2017માં ડ્રગ્સ મામલે ઇડીએ એક્ટર્સને પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.

રવિ તેજાનાં ડ્રાઇવર અને એક CA પણ ઇડીનાં અધિકારીઓ સામે હાજર રહ્યો હતો. બંનેએ તેમનાં નાણાંકીય લેણ-દેણ અંગે પૂછવામાં આવ્યં હતું. કહેવાય છે કે, મુખ્ય આરોપી કેલ્વિન મસ્કારેનહાસની ફરી પૂછપરછ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો-HBD Akshay Kumar: રૂ. 1500 કરોડ દાવ પર, 'સૂર્યવંશી'થી 'બચ્ચન પાંડે' સુધી રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

રાણા દગ્ગુબાતી સાથે થઇ ગઇ છે પૂછફરછ- આ કેસમાં શામેલ હસ્તિઓમાં એક રાણા દગ્ગુબાતીની બુધવારે સાત કલાક પૂછપરછ થઇ હતી. આપને જણાવી દઇએ કે, ટોલીવૂડથી જોડાયેલાં 10 લોકો અને એક ખાનગી ક્લબ મેનેજર સહિત 2 લોકોની LSD અને MDMA સહિત અન્ય ઘણાં નશીલા પદાર્થની તસકરી સાથે જોડાયેલાં કેસમાં તપાસ માટે નોટિસ બજાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-Disha Patani: દિશાએ શેર કર્યો બોલ્ડ વીડિયો, ફેન્સે કહ્યું, 'આગ લગાવી દીધી'

2017માં આવ્યું હતું ડ્રગ્સ રેકેટ સામે- આપને જણાવી દઇએ કે વર્ષ 2017માં તેલંગણા આબકારી અને નિષેધ વિભાગનાં 30 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યા બાદ 12 મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ 11 મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બાદમાં આ મામલે પ્રવર્તન નિર્દેશાલયે આબકારી વિભાગનાં કેસમાં મની લોન્ડ્રિંગનાં એંગલની તપાસ શરૂ કરી છે. ખબરની માનીયે તો, આ કેસમાં અત્યાર સુધીમાં 30 લોકોથી વધુની ધરપકડ થઇ ગઇ છે. અને 62 અન્ય લોકોની પૂછપરછ થઇ ચૂકી છે. આ કેસમાં સાઉથ આફ્રીકા મૂળનાં એક આરોપીની ધરપકડ થઇ હતી. જેની પૂછપરછ બાદ ઘણાં લોકોનાં નામનો ખુલાસો થચો હતો. જે બાદથી સાઉથનાં ઘણાં કલાકારોને સમન્સ બજાવી પૂછપરછ કરવામાં આવી છે.
First published:

Tags: Drugs Case, Money Laundering Case, Ravi Teja, South Actor