Home /News /entertainment /

રજનીકાંતની પુત્રી સૌંદર્યા એન્જોય કરી રહી છે હનીમૂન, શેર કરી તસવીરો

રજનીકાંતની પુત્રી સૌંદર્યા એન્જોય કરી રહી છે હનીમૂન, શેર કરી તસવીરો

સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં તેના હનીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે

વિશગન વનાંગામુડી સાથે લગ્ન બાદ સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં તેના હનીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે

  ન્યૂઝ18 ગુજરાતી: સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ લગ્ન કર્યા છે. 11 ફેબ્રુઆરીએ ચેન્નઇમાં તેના લગ્ન થયા હતા. વિશગન વનાંગામુડી સાથે લગ્ન બાદ સૌંદર્યાએ સોશિયલ મીડિયામાં તેના હનીમૂનની કેટલીક તસવીરો શેર કરી છે, જે વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં બન્ને સાથે સમય પસાર કરતાં જોવા મળે છે.

  રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ બીજા લગ્ન કર્યા છે. તેના લગ્ન બિઝનેસમેન વિશગન વનાંગામુડી સાથે 11મી ફેબ્રુઆરીએ થયા હતા. લગ્ન બાદ બન્ને હનીમૂન મનાવી રહ્યાં છે. બન્ને વિદેશમાં હનીમૂન એન્જોય કરી રહ્યાં છે. સૌંદર્યાએ ટ્વિટર એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

   આ પણ વાંચો: Luka-Chuppi: ફિલ્મના ડાયલોગ ટીઝરમાં જોવા મળી જબરદસ્ત કોમેડી

  ઉલ્લેખનીય છે કે, સૌંદર્યાના પહેલાં લગ્ન બિઝનેસમેન અશ્વિની કુમાર સાથે થયા હતા. તેમનો એક પુત્ર છે વેદ. જ્યારે 35 વર્ષીય વિશગનના પણ આ બીજા લગ્ન છે. વિશગનના ભાઇ એસએસ પોનમુડી તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેના નેતા છે. લગ્નમાં શુભેચ્છા પાઠવવા માટે તમિલનાડુના સીએમ પલાનિસ્વામી પણ પહોંચ્યા હતા.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Honeymoon, Husband, Pictures, Soundarya rajnikanth, Vishgan vanagmudi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन