Home /News /entertainment /

Sooryavanshi: IPS ઓફિસરે બતાવી ભૂલ, કહ્યું- "એસા નહીં હોતા જનાબ", તો અક્ષય કુમારે આપ્યો જવાબ

Sooryavanshi: IPS ઓફિસરે બતાવી ભૂલ, કહ્યું- "એસા નહીં હોતા જનાબ", તો અક્ષય કુમારે આપ્યો જવાબ

અક્ષય કુમારે કરી IPS સામે સ્પષ્ટતા

સુર્યવંશીનાં (Sooryavanshi) સેટ પરનો ફોટો અક્ષય કુમારે (Akshay Kumar) શેર કરી ગુડ ન્યૂઝ આપી હતી કે, આ ફિલ્મ થિએટરમાં(Sooryavanshi Theather Release) રિલીઝ થશે.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલમાં જ 22 ઓક્ટોબરથી સિનેમા હોલ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. તેની સાથે, રોહિત શેટ્ટી અને અક્ષયે તેમની લાંબા સમયથી રિલીઝ માટે તૈયાર ફિલ્મ સૂર્યવંશીની રિલીઝની જાહેરાત કરી લીધી છે. અક્ષય કુમારે ટ્વિટર પર તેની રણવીર સિંહ,અજય દેવગન અને રોહિત શેટ્ટીની એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'આજે શ્રી ઉદ્ધવ ઠાકરેજીને કેટલાંયે પરિવારવાળા આભારી રહેશે કે તેમને મહારાષ્ટ્રમાં થિએટર ખોલવાની 22 ઓક્ટોબરથી મંજૂરી આપી દીધી છે. હવે તો કોઇનાં રોકે નહીં રોકાય- આવી રહી છે પોલીસ' આ સાથે જ તેણે #Sooryavanshi #Diwali2021 #RohitShetty @ajaydevgn @RanveerOfficial #KatrinaKaif ને ટેગ કર્યા હતાં.

  આપને જણાવી દઇએ કે, કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રમાં થિયેટર્સ બંધ થયા હતાં જેને 18 મહિના પછી ખોલવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના સિનેમામાં રિલીઝ થનારી લાંબા સમયથી રાહ જોવડાવનારી પોલીસ ડ્રામા ફિલ્મ પહેલી બોલિવૂડ ફિલ્મ હશે.

  આ પણ વાંચો-Deepika Padukone ની હમશક્લ છે આ બોલ્ડ સાઉથ એક્ટ્રેસ, ઇન્ટરનેટ પર છવાઇ ગઇ હસિના
  આ પણ વાંચો-Daughter's Day 2021: આ છે બોલિવૂડની Cool પિતા-પુત્રીની જોડીઓ, PHOTOS


  મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો આભાર માનતા અક્ષય કુમારે સૂર્યવંશીના સેટ પરથી પડદા પાછળનો ફોટો શેર કર્યો હતો, જેમાં અજય દેવગણ, રોહિત શેટ્ટી અને રણવીર સિંહ પોલીસ યુનીફોર્મમાં વાતચીત કરી રહ્યા હતા. આઈપીએસ અધિકારી આર કે વિજે ફોટા પર ટિપ્પણી કરી, એક ભૂલ કાઢી છે. અને લખ્યું છે કે, , “इंस्पेक्टर साहेब बैठे हैं (तन कर) और एस पी साहब खड़े, ऐसे नही होता है जनाब (ઇન્સપેક્ટર સાહેબ બેઠેલાં છે છાતી કાઢીને અને સામે SP સાહેબ ઉભા છે, એવું નથી હોતું જનાબ..).”

  IPS અધિકારી આર કે વિજ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે ખુલાસો કર્યો છે કે, “જનાબ આ તો પડદા પાછળનો ફોટો છે. અમે કાલાકાર લોકો માટે જેમ કેમેરા શરૂ થયો, એકદમ પ્રોટોકોલ આવી જાય છે. આપણાં મહાન પોલીસ દળને કાયમ માટે સાદર આદર. આશા છે કે જ્યારે તમે તેને જોશો ત્યારે તમને ફિલ્મ ગમશે. ”  અક્ષય કુમારે IPSની કમેન્ટનો તુંરત જવાબ આપતાં IPS અધિકારીએ પણ તેનો આભાર માનતા જવાબ આપ્યો છે કે, "તમારા પ્રતિભાવ અને દળો માટે તમે જે આદર દર્શાવ્યો તે બદલ આભાર @અક્ષયકુમાર મારી ટિપ્પણી પણ હળવાંશમાં જ હતી ચોક્કસપણે હું ફિલ્મ જોઇશ."  સૂર્યવંશી રોહિત શેટ્ટીના પોલીસ સિરીઝનું એક અલગ જ ચેપ્ટર છે, આ ફિલ્મ 22 માર્ચ, 2020 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ મહામારી અને લોકડાઉનને કારણે, ફિલ્મની રીલિઝ લંબાઇ ગઇ છે. અને હવે આ ફિલ્મ ફાઇનલી દિવાળી પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય, કેટરિના કૈફનો એક્શન થ્રિલર અવતાર જોવા મળશે. આ ઉપરાંત અક્ષયની સાથે રણવીર સિંહ અને અજય દેવગનનો પણ નાનકડો રોલ જોવા મળશે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Entertainment news, Katrina kaif, Ranveer Singh, Rohit Shetty, Sooryavanshi, અજય દેવગન

  આગામી સમાચાર