Sooryavanshi B/O Collection: પહેલા દિવસે અક્કીની ફિલ્મે કરી રૂ.26 કરોડની કમાણી

સુર્યવંશીએ કરી પહેલાં દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી

Sooryavanshi Box Office Collection: ફિલ્મ રિલીઝ થવાની શરૂઆત ખૂબ જ અસામાન્ય છે. મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, ઝારખંડ અને હરિયાણામાં, થિયેટર 50 ટકા ઓક્યુપન્સી પર ચાલી રહ્યા છે.’

  • Share this:
    રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘સૂર્યવંશી’ આખરે ગઈકાલે 5 નવેમ્બરે શુક્રવારે રિલીઝ થઈ છે. 18 મહિના બાદ આ ફિલ્મ રિલીઝ થઈ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મ 66 દેશોમાં 1300 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં ‘સૂર્યવંશી’ને 4000 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર સૂર્યવંશીના કારણે થિયેટરો ફરી ધમધમતા થયા છે. ફિલ્મ રિલીઝના પહેલા દિવસે રૂ.26 કરોડનું કલેક્શન કર્યું છે.

    ફિલ્મ ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ સફળ થયા બાદ રોહિતે વધુ એક પોલીસ એક્શન ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. ‘સૂર્યવંશી’ રોમાન્સ, એન્ટરટેઈનમેન્ટ, ડ્રામા અને એક્શનથી ભરપૂર છે. ફિલ્મ ખૂબ જ અનોખા અંદાજે રજૂ કરવામાં આવી છે.

    સિનિયર ટ્રેડ એનેલિસ્ટ અને ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે ફિલ્મના પહેલા દિવસના રિસ્પોન્સ અંગે જણાવ્યું છે કે, આ ફિલ્મની ખૂબ જ સારી શરૂઆત થઈ છે. મહારાષ્ટ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું માર્કેટ છે, જ્યાં 50 ટકા ઓક્યુપન્સી છે. જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કમાણીમાં 35-40 ટકાનું યોગદાન આપે છે. મને વિશ્વાસ છે કે, આ ફિલ્મ રૂ.30 કરોડને પાર થઈ જશે.



    કોમલ નાહટાએ ફિલ્મ સૂર્યવંશીના પહેલા દિવસ અંગે જણાવ્યું કે, ‘ફિલ્મ રિલીઝ થવાની શરૂઆત ખૂબ જ અસામાન્ય છે. મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, ઝારખંડ અને હરિયાણામાં, થિયેટર 50 ટકા ઓક્યુપન્સી પર ચાલી રહ્યા છે.’

    તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, થિયેટરમાં ત્રણ કલાક કાઢવા અંગે પણ લોકોમાં હજુ ભય જોવા મળી રહ્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ "ખુશીની ક્ષણ" છે. જે લોકો કહેતા હતા કે, OTT પ્લેટફોર્મ સામે સિનેમા જગત ફરી ઊભું નહીં થઈ શકે, તે તમામ લોકો આજે ખોટા સાબિત થયા છે.

    મીડિયા અને ઈન્ટરનેટ રિસર્ચ એનેલિસ્ટ કરણ તૌરાનીએ જણાવ્યું કે, ‘ફિલ્મ પહેલા દિવસે રિલીઝ થતા ખૂબ જ અસામાન્ય રિસ્પોન્સ જોવા મળ્યો છે. સારુ કન્ટેન્ટ લોકોને પસંદ આવે જ છે. આગામી 3 થી 6 મહિના ખૂબ જ મજબૂત રહેશે. અમારી પાસે સારી ફિલ્મોની સ્લોટ છે, જે આગામી સમયમાં રિલીઝ થશે.’

    કન્ટેન્ટ વિશે તૌરાનીએ જણાવ્યું કે, હવે તમને દર અઠવાડિયે અલગ અલગ નવી ફિલ્મો જોવા મળશે. કોવિડ પહેલા એક મહિનામાં એક ફિલ્મ રિલીઝ થતી હતી. હવે રિજનલ ફિલ્મોની બોલીવુડ ફિલ્મો સાથે અને બોલીવુડ ફિલ્મોની હોલીવુડ ફિલ્મ સાથે ટક્કર થશે.

    આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, રોહિત શેટ્ટી પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શન્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, સિકંદર ખેર, નિકિતિન ધીર અને જાવેદ જાફરીએ પણ ખૂબ જ સુંદર એક્ટિંગ કરી છે. રણવીર સિંહ અને અજય દેવગણ કેમિયો રોલ ભજવી રહ્યા છે.
    Published by:Margi Pandya
    First published: