વર્ષ 2020 હંમેશા માટે સિનેમા જગતમાં કોરોના વાયરસ (Corornavirus) માટે જાણીતું રહેશે. વર્ષ 2020 માં સિનેમા ઉદ્યોગને સૌથી વધુ નુકસાન થયું. લૉકડાઉન (Lockdown) પછી, દર્શકો થિયેટરોમાં મોટી મૂવીઝની રાહ જોઇ રહ્યા છે. જો તમે પણ થિયેટરોમાં ફિલ્મો જોવાની શોખીન છો, તો તમારા માટે સારા સમાચાર છે. ગયા વર્ષે એટલે કે 2020માં રિલીઝ થનારી બે મોટી ફિલ્મો 'સૂર્યવંશી' (Sooryavanshi) અને '83' આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં રિલીઝ થઈ શકે છે.
રિપોર્ટ્સ અનુસાર રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ તેની બે મોટી ફિલ્મો અક્ષય કુમાર સ્ટારર 'સૂર્યવંશી' અને રણવીર સિંહ સ્ટારર '83' માર્ચ અને એપ્રિલમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહી છે. અહેવાલ છે કે, જો બધુ બરાબર ચાલે તો હોળીના પ્રસંગે દર્શકોને ફિલ્મ 'સૂર્યવંશી' જોવા માટે મળી શકે છે.
દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહટાએ જણાવ્યું હતું કે, ગત વર્ષના રિલીઝ સમયપત્રકને ધ્યાનમાં રાખીને આ વર્ષે બંને ફિલ્મોના રિલીઝનું સમયપત્રક તૈયાર કરાયું છે. 'સૂર્યવંશી' માર્ચમાં રિલીઝ થશે અને ત્યારબાદ '83'. યોજના મુજબ રણવીર સિંહની ફિલ્મ એપ્રિલના અંત સુધીમાં સ્ક્રીન પર આવી જશે. નિર્માતાઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે, અક્ષય કુમાર અને રણવીર સિંહ બંને દર્શકોને થિયેટરમાં લાવવામાં સમર્થ રહી શકે છે.
ગયા વર્ષે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'સૂર્યવંશી' 24 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે લોકડાઉન થયા બાદ ફિલ્મની રિલીઝની તારીખ આગળ ધપાવી દેવામાં આવી. એક વર્ષ પછી હવે મેકર્સ રિલીઝ તારીખ માટે ચર્ચા કરી રહ્યા છે. તેમને આશા છે કે, અક્ષય કુમાર ફરી એકવાર દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે.
'સૂર્યવંશી' પછી, રણવીર સિંહ તેની ફિલ્મ '83' પ્રેક્ષકો માટે મોટા પડદે મૂકશે. '83'ની પ્રમોશનલ પ્રવૃત્તિ હજી શરૂ થઈ નથી. ફક્ત ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. હજી સુધી કોઈ ટીઝર અથવા ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું નથી. પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં, તે 1983ના વર્લ્ડ કપ સાથે સંકળાયેલા વાસ્તવિક ક્રિકેટરોને પણ સામેલ કરવા માંગે છે, જેથી આમા થોડો વધારે સમય લાગી શકે છે. આપને જણાવી દઈએ કે, રોહિત શેટ્ટી દિગ્દર્શિત 'સૂર્યવંશી' 24 માર્ચ 2020ના રોજ રજૂ થવાની હતી. અક્ષય કુમાર ઉપરાંત કેટરીના કૈફ, અજય દેવગન, રણવીર સિંહ અને ગુલશન ગ્રોવરની પણ મહત્વની ભૂમિકા છે. જ્યારે આપણે કબીર ખાનના દિગ્દર્શન હેઠળ '83'ની વાત કરીએ તો તે, પહેલા 10 એપ્રિલ 2020ના રોજ આવાની હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણ, પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન અને બોમન ઈરાની સહિત ઘણા કલાકારો જોવા મળવાના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર