Home /News /entertainment /

Box Office Collection : જાણો 'સૂરમા'ની 2 દિવસની કમાણી?

Box Office Collection : જાણો 'સૂરમા'ની 2 દિવસની કમાણી?

પંજાબી સિંગિંગ સેન્સેશન દિલજીત દોસાંજની ફિલ્મ 'સૂરમા' બોક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે.

પંજાબી સિંગિંગ સેન્સેશન દિલજીત દોસાંજની ફિલ્મ 'સૂરમા' બોક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે.

    મુંબઇ: પંજાબી સિંગિંગ સેન્સેશન દિલજીત દોસાંજની ફિલ્મ 'સૂરમા' બોક્સ ઓફિસ પર ધીરે ધીરે આગળ વધી રહી છે. ફ્લિકર સિંહનાં નામથી ઓળખાતા હોકી પ્લેયર સંદીપ સિંહનાં જીવન પર બનેલી આ બાયોપિકને દર્શકોએ વખાણી છે. ફિલ્મે પહેલાં દિવસે એટલે કે 13 જુલાઇનાં રોજ 3.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. જે બાદ શનિવારે 14 જુલાઇનાં રોજ ફિલ્મની કમાણી 5.05 કરોડ રૂપિયા થઇ હતી.

    આ સાથે જ ફિલ્મે બે દિવસમાં કૂલ 8.25 કરોડ રૂપિયા કમાઇ લીધા હતાં. ફિલ્મમાં દિલજીત દોસાંજે સંદીપ સિંહનું કેરેક્ટર પ્લે કર્યુ છે. તેની એક્ટિંગ અને સાદગી દર્શકોને પસંદ આવી છે. દિલજીત ઉપરાંત તાપસી પન્નુ, અંગદ બેદી, સતીશ કૌશિક, વિજય રાજ અને કુલભૂષણ ખરબંદા લિડ રોલમાં છે.



    હોકી કોચનાં રોલજમાં વિજય રાજ જામે છે. ફિલ્મ 'રન'માં કૌવા બિરયાનીવાળા સીન બાદ વિજય આ ફિલ્મમાં કેટલાંક શાનદાર ડાયલોગ બોલતા નજર આવશે. લાંબા સમય બાદ કુલભૂષણ ખરબંદા ફિલ્મોમાં નજર આવી રહ્યાં છે. દિલજીતનાં પિતાનાં રોલમાં સતીશ કૌશિકનું કામ દર્શકોનું દિલ જીતી લેશે. પરફોર્મન્સની વાત કરીએ તો સૌએ તેમનું બેસ્ટ આપ્યું છે. ફિલ્મનાં ગીત ખાસકરીને રોમેન્ટિક સોન્ગ 'ઇશ્ક દી બાજિયા..' લોકો પસંદ કરી રહ્યાં છે.આ ગીત દિલજીતે પોતે ગાયુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Box office Collection, કમાણી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन