સૂરજ પંચોલીએ જિયા ખાન કેસ અંગે જણાવ્યું દર્દ, બોલ્યો- 'વર્ષો પહેલાં બર્બાદ...'

File Photo

જિયા ખાન સુસાઇડ (Jiah Khan) કેસમાં સૂરજ પંચોલીનો કેસ CBIની વિશેષ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સૂરજ પંચોલી (Sooraj Pancholi) નું કહેવું છે કે, જિયા ખાનની મોત મામલે તેનો કેસ CBIની વિશેષ કોર્ટમાં લઇ ગયા બાદ તે 'થોડો સંતુષ્ટ' છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સૂરજ પંચોલી (Sooraj Pancholi) તેનાં ફિલ્મી કરિઅરથી વધુ બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાન (Jiah Khan Suicide Case)ની આત્મહત્યા કેસ અંગે ચર્ચામાં છે. જિયા ખાને નાની ઉંમરે 3 જૂન 2013નાં જુહૂ સ્થિત તેનાં ઘરે પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જિયાનાં ઘરવાળાએ તેનો જવાબદાર એક્ટર આદિત્ય પંચોલી (Aditya Pancholi)નાં દીકરા સુરજ પંચોલી (Sooraj Pancholi)ને ગણાવ્યો છે. જોકે, જિયા ખાન સુસાઇડ કેસમાં સૂરજ પંચોલીનો કેસ CBIની વિશેષ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જે મામલે સૂરજ પંચોલીએ પ્રતિક્રિયા આપી છે.

  આ પણ વાંચો-PHOTOS: બોલિવૂડને તે એક્ટ્રેસ વીશે જાણો, જેઓ તેમનાં પતિને કારણે થયા છે TROLL

  સૂરજ પંચોલીનું કહેવું છે કે, જિયા ખાનનાં મોત મામલે તેનો કેસ CBIની વિશેષ કોર્ટમાં લઇ જવાથી તે 'થોડો 'સંતુષ્ટ' છે. એક ઇન્ટરવ્યૂમાં સૂરજ પંચોલીએ આ મામલે વાત કરતાં કહ્યું કે, ગત આઠ વર્ષ તે ખુબજ મુશ્કેલી ભર્યા છે. ગત આઠ વર્ષ ખુબજ મુશ્કેલી ભર્યા રહ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી છબિ પણ આ કેસને કારણે 'બર્બાદ' થઇ ગઇ છે.

  સૂરજ પંચોલીનું કહેવું છે કે, જો દોષીત સાબિત થઇશ તો તેને 'દંડ કરવામાં આવવો જોઇએ', પણ જો દોષ સિદ્ધ ન થાય તો, તેને આ આરોપો મુક્ત કરવામાં આવે. સૂરજ પંચોલીનાં પરિજનોને આશા છે કે, હવે કોર્ટ તેને આ કેસને જલ્દી જ આગળ વધારશે.

  આ પણ વાંચો- VIDEO: કપિલ શર્મા-ભારતીએ ગાયું 'બસપન કા પ્યાર' ગીત, સાંભળીને ભાગી ગઇ ફેન

  સૂરજ પંચોલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'હવે મને થોડી રાહત મળી છે. કારણ કે મને શરૂઆતથી જ લાગતુ હતું કે આ મામલો સ્પેશલ CBI કોર્ટમાં જવો જોઇએ. મોડા મોડા પણ હવે આ ત્યાં ગયો છે. જો કોર્ટ સુનાવણી દરમિયાન મને દોષીત મેળવે છે તો મને સજા જરૂર મળવી જોઇએ. પણ નિર્દોષ સાબિત થવું તો મને આરોપ મુક્ત કરવાનો હું હકદાર છું. ગત 8 વર્ષમાં મારી છબિ ઘણી જ ખરાબ થઇ છે. પણ આ ધારણા એ વી નથી જેમ હું ઇચ્છતો હતો.'

  આ પણ વાંચો-અનુ મલિક થયો ટ્રોલ, લોકોએ કહ્યું- ઇઝરાયેલનાં રાષ્ટ્રગીતની ધૂન ચોરી બનાવ્યું- મેરા મુલ્ક મેરા દેશ...'

  સૂરજ વધુમાં કહે છે, 'હું નથી જાણતો કે ગત આઠ વર્ષથી હું કેવી રીતે જીવું છું. પણ મારો પરિવાર ઘણાં જ મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. મને અને મારા પરિવારને આશા છએ કે, CBI કોર્ટ કેસમાં તેજી લઇને આવશે.' આપને જણાવી દઇએ કે, જિયા ખાનની આત્મહત્યા બાદ એક્ટ્રેસનાં પરિજનોએ સુરજ પંચોલી પર તેને ઉક્સાવવા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: