Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah જુઓ છો? તો આ સારા સમાચાર સાંભળી તમે પણ કરશો ડાન્સ

Taarak Mehta Ka Ooltah Chashmah જુઓ છો? તો આ સારા સમાચાર સાંભળી તમે પણ કરશો ડાન્સ

નિર્માતાઓનો મોટો નિર્ણય, આ સારા સમાચાર સાંભળી ચાહકો પણ કરશે ડાન્સ

ટીવીની દુનિયામાં કોમેડી શો (Comady Show)ના બાદશાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે.

નવી દિલ્હી: ટીવીની દુનિયામાં કોમેડી શો (Comady Show)ના બાદશાહ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. શોના દરેક પાત્રને દર્શકોનો પ્રેમ મળ્યો છે. તો, શોના નિર્માતાઓએ તેમના ચાહકો માટે એક મોટું આશ્ચર્ય જાહેર કર્યું છે. હવે શો તમને પહેલા કરતા વધારે ગલીપચી કરાવા જઈ રહ્યો છે.

શો 6 નહીં 5 દિવસ આવશે

હા! અત્યાર સુધી, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', જે તમને અઠવાડિયામાં 5 દિવસ ગલીપચી કરાવતો હતો, તે હવે 6 દિવસ માટે ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. એટલે કે, આ શો હવે સોમવારથી શનિવાર સુધી તમામ નવા એપિસોડ સાથે ટીવી પર પ્રસારિત થશે. ચેનલ સોની સબ (Sony Sub)એ ખાસ 'મહાસંગમ શનિવાર'ની જાહેરાત સાથે શોને અઠવાડિયામાં છ દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

3200 એપિસોડ પૂરા થયા

ઉલ્લેખનીય છે કે, સિટકોમે અત્યાર સુધીમાં 3200 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ શો છેલ્લા 13 વર્ષથી સતત લોકોની મનપસંદ યાદીમાં રહ્યો છે. ગોકુલધામ સોસાયટીના પરિવારોની કહાની આ શોમાં બતાવવામાં આવી છે. જ્યાં દરેક ધર્મ અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. દરરોજ સમાજમાં એક નવી સમસ્યા આવે છે, જેને દરેક વ્યક્તિ સાથે મળીને ઉકેલે છે. પરંતુ આ આખી શ્રેણીની વચ્ચે હાસ્ય પણ અકબંધ રહે છે.

આ શોમાં આ મુખ્ય પાત્રો છે

આ શોમાં મુખ્ય પાત્રો જેઠાલાલ - દિલીપ જોશી (Dilip Joshi), શૈલેષ લોઢા (Shailesh Lodha) - તારક મહેતા, મુનમુન દત્તા (Munmun Datta) - બબીતાની ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  ટીવી શો તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટુકાકા બની સૌનું મનોરંજન કરનારા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ત્યારે તેઓ પરિવાર માટે શું સંપત્તિ છોડીને ગયા તેનાં પર કરીએ એક નજર

આ પણ વાંચોસની લિયોની પુત્રી નિશા 6 વર્ષની થઈ, B'day પર ખૂબ જ CUTE PICS શેર કરી

ફિલ્મી સ્યાપા નામની વેબસાઇટની માનિયે તો, નટુકાકાની નેટવર્થ (Natu Kaka Networth) 3 કરોડ રૂપિયા છે, તેમની માસીક આવક 6થી 7 લાખ રૂપિયા છે. તેઓ એક એપિસોડ  30 થી 35 હજાર રૂપિયા ચાર્જ લેતા હતાં. વાર્ષિક તેઓ 70થી 80 લાખ રૂપિાયની કમાણી કરતાં હતાં. આ તેમની છેલ્લી વર્ષ 2021ની કમાણીનાં આંકડા છે.
First published:

Tags: Jethalal, Tarak Maheta ka Ulta chasma, Tarak Mehtka Ka Ooltah Chashmah, TMKOC

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો