ન્યૂઝ18 ગુજરાતી: પુલવામા હુમલા અંગે નિવેદન બાદ મુશ્કેલીમાં ફસાયેલા નવજોત સિંહ સિદ્ધુની 'ધ કપિલ શર્મા શો'માંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ અંગે સોની ટીવીએ પુષ્ટિ કરી છે. સોની ટીવીએ એક ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
સોની ટીવીએ ટ્વિટ કરતાં કહ્યું કે, તેઓ આવતાં રવિવારથી અર્ચના પૂરન સિંહનો ધ કપિલ શર્મા શોમાં સ્વાગત કરે છે. સાથે જ આ શોના તમામ કલાકારોને પણ ટેગ કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે, અર્ચના પૂરન સિંહ આજે 'ધ કપિલ શર્મા શો' માટે શૂટ કરવા પણ પહોંચી ગઇ છે. તે સેટ પર જોવા મળી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, મેકર્સે આ નિર્ણય સિદ્ધુના નિવેદન બાદ રાતો-રાત લીધો છે. ત્યાં જ અર્ચના પણ કેટલાક કોમેડી શોઝમાં ભાગ લઇ ચૂકી છે, આથી તેનું નામ લિસ્ટમાં આગળ હતું.
બીજી બાજુ, સોશિયલ મીડિયામાં અર્ચનાનો એક પાંચ દિવસ જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કપિલ સાથે શૂટની વાત કરી રહી છે. અર્ચના જણાવી રહી છે કે, તેને કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક સાથે કામ કરીને ઘર વાપસી જેવું લાગી રહ્યું છે. જોકે, આ વીડિયોમાં ક્યાંય તેણે સિદ્ધુનું નામ નથી લીધું. માનવામાં આવી રહ્યું છે કે, સિદ્ધુ શોમાંથી જશે તે પહેલાં જ નક્કી થઇ ગયું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર