સોનૂ સુદની બહેન લડશે વિધાનસભા ચૂંટણી, કઈં પાર્ટીમાં જોડાશે? ક્યાંથી લડશે ચૂંટણી? કહ્યું- વિચારધારાની વાત છે

સોનું સુદની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી લડશે

બોલિવૂડ એક્ટર સોનુ સૂદની બહેન માલવિકા સૂદ પંજાબ વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. અભિનેતા સોનુ સૂદે પોતે રવિવારે આની જાહેરાત કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood)ની બહેન માલવિકા સૂદ (Malvika Sood) પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) લડવા જઈ રહી છે. અભિનેતા સોનુ સૂદે પોતે રવિવારે આની જાહેરાત કરી હતી. જો કે, સૂદે એ માહિતી આપી નથી કે તે કઈ પાર્ટીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. અગાઉ એવા અહેવાલ હતા કે, સોનુ સૂદ પોતે પણ આમ આદમી પાર્ટી (Aam Admi Partyમાં જોડાઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) તેમને 'દેશ કા મેન્ટર' પહેલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા હતા.

  મોગામાં પોતાના નિવાસસ્થાને આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, 'માલવિકા તૈયાર છે. લોકોની સેવા કરવાની તેની પ્રતિબદ્ધતા સારી છે. તેમણે કહ્યું કે, રાજકીય પક્ષમાં જોડાવું એ જીવનનો મોટો નિર્ણય છે. તેણે કહ્યું, 'તેનો સૌથી વધુ સંબંધ વિચારધારા સાથે છે, પ્રસંગોપાત મીટિંગ્સ સાથે નહીં.' જ્યારે પાર્ટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું, 'અમે યોગ્ય સમયે પાર્ટી વિશે માહિતી આપીશું.'

  માલવિકા તાજેતરમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi)ને મળી હતી અને અહેવાલ છે કે તે "આપના અરવિંદ કેજરીવાલ અને શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal)" સાથે મુલાકાત માટે પણ તૈયાર છે.

  આ પણ વાંચોSara Ali Khan Bikini પહેરીને પૂલમાં ચીલ કરતી જોવા મળી, માલદીવ વેકેશનનો ગ્લેમરસ ફોટો કર્યો શેર

  અહેવાલ છે કે, અભિનેતા થોડા સમય પહેલા મુખ્યમંત્રી ચન્નીને મળ્યો હતો. અગાઉ, સીએમ કેજરીવાલ સાથેની મુલાકાત પછી, એવી અટકળો હતી કે, તેઓ પંજાબ ચૂંટણીમાં AAP ઉમેદવાર તરીકે રાજકીય ઇનિંગ પણ શરૂ કરી શકે છે. જો કે, તે બેઠક દરમિયાન તેમણે પત્રકારોને કહ્યું કે, 'રાજનીતિ પર ચર્ચા થઈ નથી.'
  Published by:kiran mehta
  First published: