સોનૂ સૂદ દિવસમાં 22 કલાક કરે છે કામ, દરરોજ મદદ માટે આવે છે 50 હજાર ફોન

Instagram/sonu_sood)

કોરોના સંકટ (Covid 19)નાં સમયમાં, સોનૂ સૂદ (Sonu Sood) નફક્ત લોકોની મદદ કરવા આગળ આવ્યો છે. પણ આ સમયમાં તેણે કહ્યું છે કે, ગુસ્સો અને નેગેટિવિટી છોડીને લોકોની મદદ કરવી જોઇએ.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આ કોરોના મહામારી (Covid 19)માં જ્યારે લોકોને ક્યાંયથી મદદથી આશ નથી ત્યારે સોનૂ સૂદ (Sonu Sood) તેનાંથી બનતાં તમામ પ્રયાસો કરી લોકોની વ્હારે આવી રહ્યો છે. તે ગત વર્ષે લોકડાઉન (Lockdown)નાં સમયથી જ લોકોને તેનાંથી બનતી બધી જ મદદ કરી રહ્યો છે. દેશનાં તમામ સ્તરનાં લોકોને તે મદદ પહોંચાડે છે. એવામાં લોકોએ તેને મસીહા માની જ લીધો છે. આખરે તે નિસ્વા્રથ ભાવથી લોકોની સવા કરી રહ્યો છે. હાલમાં જ એક્ટરે તેનાં આ નેકીનાં કામ અંગે વાત જણાવી હતી. કે રાહત કાર્ય કરવા સમયે તેને કેવાં પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

  આજે મોટાભાગનાં લોકો જાણવાં ઇચ્છે છે કે, સોનૂસૂદ આટલી મોટી સંખ્યામાં લોકોની મદદ કેવી રીતે કરે છે. આજ તક સાથેની વાતચીત દરમિયાન સોનૂએ તેનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, 'હું કહીશ કે સરકાર પણ મદદ કરી રહી છે. પણ દરેક વ્યક્તિએ આમાં જોડાવું પડશે. કારણ કે આ સમયે દરેકને દરેકની જરૂર છે. હું કેવી રીતે કરું છુ તે મને ખુદને માલૂમ નથી. હું 22 કલાક ફોન પર રહું છું. અમારી પાસે દિવસનાં 40થી 50 હજાર લોકો મદદ માટે રિક્વેસ્ટ કરતાં હોય છે. મારી 10 લોકોની ટીમ છે જે ફક્ત રેમડિસિવર માટે ફરે છે. મારી એક ટીમ બેડ્સ માટે વ્યવસ્થામાં ફરે છે. શહેર પ્રમાણે અમે ફરતા હોઇએ છીએ. '

  Instagram/sonu_sood)


  તે વધુમાં કહે છે કે, 'મને દેશભરમાં ડોક્ટર્સ સાથે વાત કરવી પડે છે. તેમને જે વસ્તુની જરૂર છે તે અમે જલ્દી જ પહોચાડીએ છીએ. અમે જે લોકોની મદદ કરી ચુક્યાં છે તે એક રીતે અમારી ટીમનો ભાગ બની જાય છે. હું આપને જણાવું કે, મને જેટલી રિક્વેસ્ટ આવે છે, જો તે તમામને પહોંચી વળવાનું વિચારુ તો આગામી 11 વર્ષ લાગશે તે તમામની મદદ માટે. એટલી વધુ રિક્વેસ્ટ છે. અમારો પ્રયાસ છે કે, વધુમાં વધુ લોકોનો જીવ અમે બચાવી શકીએ.'
  View this post on Instagram


  A post shared by Sonu Sood (@sonu_sood)


  એક્ટરને જ્યારે પુછવામાં આવ્યું કે, તે આ મુશ્કેલ સમયમાં કેવી રીતે પોતાને ધૈર્યવાન રાખે છે, તો સોનૂએ એક વાર્તા સંભળાવી. તે કહે છે કે, 'અમે એક યુવતીને હોસ્પિટલમાં બેડ અપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પણ બેડ મળતો ન હતો. રાતનાં એક વાગી રહ્યાં હતાં. અને તેની બહેન ફોનપર ખુબજ રડી રહી હતી. અને કહેતી હતી કે, પ્લિઝ બચાવી લો. નહીં તો અમારો પરિવાર પૂર્ણ થઇ જશે. હું ખુબજ પરેસાન હતો. એ બધુ કરતાં કરતાં રાતનાં 2.30 વાગી ગયા. હું દુવા કરતો તો કે તે યુવતી સવાર સુધી બચી જાય. તેથી અમે તેને બેડ અપાવી શકીએ. સવારે 6 વાગે મને ફોન આવ્યો અને મે તેને બેડ અપાવ્યો. તે હવે ઠીક છે. ખુશી થાય છે કે હું મદદ કરી શક્યો. સાથે જ એક્ટરે કહ્યું કે, તેની પાસે આ સમયે નેગેટિવ સોચ અને ગુસ્સાનો સમય જ નથી. આ સમય લોકોને ગુસ્સો અને ચિડ છોડી પોતાનું ધ્યાન અન્યની મદદમાં લગાવવું જોઇએ.'
  Published by:Margi Pandya
  First published: