Home /News /entertainment /

શું સોનૂ સૂદે કંગના રનૌટને આપ્યો આ જવાબ ! 'મુંબઇ.. આ શહેર તકદીર બદલી દે છે'

શું સોનૂ સૂદે કંગના રનૌટને આપ્યો આ જવાબ ! 'મુંબઇ.. આ શહેર તકદીર બદલી દે છે'

કંગના રનૌટ અને સોનૂ સૂદ (File Photo)

એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ ટ્વિટ કરી છે. જેમાં તેણે બોલિવૂડની 'પંગા ક્વિન' કંગના રનૌટ (Kangana Ranaut)નું નામ લીધા વગર તેમનાં પર નિશાન સાધતા મોટી વાત કરી દીધી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)આમ તો તેની નેકી અને લોકોની મદદ માટે ચર્ચામાં રહે છે પણ આ વચ્ચે તેની એક ટ્વિટ ખુબજ વાયરલ થઇ રહી છે. આ ટ્વિટમાં સોનૂ સૂદે જાણે 'પંગા ક્વિન' કંગના રનૌટ (Kangana Ranaut) માટે ટ્વિટ કરી હોય તેમ લાગી રહ્યું છે. એક્ટરે કોઇનું નામ નથી લીધુ પણ એવા કયાસ લગાવામાં આવી રહ્યાં છે કે, કંગનાની મુંબઇને PoKવાળી ટ્વિટનો સોનૂ સૂદે જવાબ આપ્યો છે.

    સોનૂ સૂદે એક ટ્વિટ કરી છે જેમાં તેણે લખ્યુ છે કે, 'મુંબઇ.. આ શહેર તકદીર બદલી દે છે. સલામ કરશો.. તો સલામી મળશે.' આ સાથે તેણે ભારતીય તિરંગાની ઇમોજી મુકી છે. સોનૂ સૂદે આ ટ્વિટમાં ભલે કોઇનું નામ ન લીધુ હોય પણ સોશિયલ મીડિાય યૂઝર્સ ઘણાં સમજદાર છે તેઓ સમજી ગયા કે સોનૂ કોના પર નિશાન સાધી રહ્યો છે.



    તેણે આ પોસ્ટ પર યૂઝર યૂઝર્સ કંગના પર નિશાન સાધ્યુ છે. તો કંગનાનાં ફેન્સ પણ આ પોસ્ટ પર ખુબ બધા રિપ્લાય આપી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, ગુરૂવારે કંગનાએ એક ટ્વિટ કરી હતી જેમાં તેણે મુંબઇની સરખામણી Pok સાથે કરી હતી.



    કંગનાએ લખ્યું હતું કે, શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને મુંબઇ પરત ન આવવા કહ્યું છે. મુંબઇનાં રસ્તા પર આઝાદી સાથે જોડાયેલાં ભિત ચિત્રો જોયા બાદ હવે ખુલી ધમકી મુંબઇ હવે PoK જેમ ફિલ કેમ કરી રહ્યું છે?

    આ પણ વાંચો- SSR Case: રિયા-શોવિકની વોટ્સએપ ચેટ આવી સામે, સુશાંત માટે મંગાવતી હતી ડ્રગ્સ

    કંગનાની આ ટ્વિટ બાદ ઘણાં બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઝે આ વાતનો વિરોધ કર્યો છે. સંજય રાઉતે શિવસેનાનાં મુખપત્ર સામનામાં કંગના રનૌટ પર નિશાન સાધ્યું છે. અને કહ્યું હતું કે, તે મુંબઇમાં રહે છે છતાં પણ અહીંનાં પોલીસ દળની આલોચના કરે છે. તેનું આ વર્તન શરમજનક છે. રાઉત લખે છે કે ,'અમે તેને (કંગના) વિનમ્ર નિવેદન કરીએ છીએ કે, તે મુંબઇ ન આવે. આ મુંબઇ પોલીસનું અપમાન કરવાં સીવાય અન્ય કંઇ જ નથી ગૃહમંત્રાલયે આ મામલે કાર્યવાહી કરવી જોઇએ.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Entertainment, Kangana ranaut, Sanjay raut, Sonu sood, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन