સોનૂ સૂદની મદદથી 58 પ્રવાસી મજૂરોને મળી નોકરી, એક્ટરે કહ્યું- દિલ લગાવીને કામ કરજો

સોનૂ સૂદની મદદથી 58 પ્રવાસી મજૂરોને મળી નોકરી, એક્ટરે કહ્યું- દિલ લગાવીને કામ કરજો
સોનૂ સૂદે પ્રવાસી મજૂરોને નોકરી અપાવી

સોનૂ સૂદે તેનાં ટ્વિટર અકાઉન્ટ પર 58 લોકોને નોકરી ક્યાં મળી છે તેનો ઉલ્લેખ કર્યો છે અને તેમને વધામણાં પણ આપ્યા છે

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) જે કહે છે, તે કરે છે. સોનૂ સૂદે જ્યારે જ્યારે વાયદો કર્યો છે તેને પૂર્ણ કર્યો છે. તેમનાં નેક કામો અવિરત ચાલૂ છે. તેનાં 47માં જન્મ દિવસ પણ તેણે પ્રવાસી મજૂરો માટે નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેણે એટલે એક એપ પણ લોન્ચ કરી છે. આ નેક ચળવળની અસર જોવા મળી રહી છે આ એપ દ્વારા 58 પ્રવાસી મજૂરોને જોબ મળી ગઇ છે. જેની માહિતી ખૂદ સોનૂ સૂદે તેનાં ટ્વિટર પેજ પર આપી છે.

    સોશિયલ મીડિયા પર એક્ટિવ સોનૂ સૂદ સતત લોકોની મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. સોનૂ સૂદે આજે એક ટ્વિટ કરી હતી જેમાં 58 પ્રવાસીઓને તેમની નવી નોકરી પર તેને વધામણી આપી હતી. તેણે પ્રવાસી રોજગારની એક ટ્વિટને રીટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે, 'ખુબ મહેનતથી દિલ લગાવીને કામ કરજો મારા ભાઇઓ'



    પ્રવાસી રોજગારની આ ટ્વિટમાં કેટલીક તસવીરોની સાથે જણાવવામાં આવ્યું છે કે, પ્રવાસી રોજગારનાં માધ્યમથી 58 પ્રવાસીઓને હિમાચલ પ્રદેશમાં ઇલેક્ટ્રીશિયનની નોકરી મળી છે. જેને તેણે #AbIndiaBanegaKamyaab #અબઇન્ડિયાબનેગાકામયાબ



    સોનૂ સૂદની આ મુહિમનું કારણ કોરોના સંકટ કાળમાં ઘરે બેઠેલાં લાખો-કરોડો પ્રવાસી મજૂરોને તેમની ક્ષમતા અનુસાર રોજગાર આપવાનું છે, અને એક નવી પહેલ કરવાનું છે, આ એપનો હેતૂ નોકરી આપનારા અને મેળવનારાને સરળતા રહે તેનો છે.

    હાલમાં જ પહેલી વખત સોનૂ સૂદે જણાવ્યું હતું કે, દરરોજ તેની પાસે મદદ માટે કેટલાં મેસેજ આવે છે. તેને આંકડો શેર કરતાં લખ્યુ હતું કે, 1137 ઇ મેઇલ, 19000 ફેસબૂક મેસેજ, 4812 ઇન્સ્ટાગ્રામ મેસેજ અને 6741 ટ્વિટર મેસેજ. આજે માંગેલી હેલ્પ મેસેજ છે. હું આપ તમામ સુધી પહોંચી શકુ તે શક્ય નથી. પણ પ્રયાસો ચાલુ છે. જો કોઇ રહી જાય તો માફ કરશો.

    આ પણ વાંચો- SSR CASE LIVE: સુશાંતનાં એપાર્ટમેન્ટની CCTV ફૂટેજ જોઇ રહી છે CBI, હાઉસ મેનેજરની પણ થઇ રહી છે પૂછપરછ

    આપને જણાવી દઇએ કે સોનૂ સૂદને તેનાં નેક કામ માટે લાખો-કરોડો દુઆઓ પણ મળે છે. આ કારણ જ સોનૂ દરરોજ ચર્ચામાં પણ રહે છે.
    Published by:Margi Pandya
    First published:August 21, 2020, 16:51 pm

    ટૉપ ન્યૂઝ