Home /News /entertainment /Sonu Sood હવે બેરોજગારોને આપશે રોજગાર, ઇ-રિક્શા આપી બનાવશે આત્મનિર્ભર
Sonu Sood હવે બેરોજગારોને આપશે રોજગાર, ઇ-રિક્શા આપી બનાવશે આત્મનિર્ભર
(Photo Credit- @sonu_sood/Instagram)
સોનૂ સૂદ હવે બેરોજગારને મદદે આવ્યો છે. ફિલ્મોમાં વિલનનો રોલ અદા કર્યા બાદ તે રિઅલ લાઇફમાં હિરો બનીને સામે આવ્યો છે. કોરોના કાળમાં જે રીતે તેણે ગરીબોની મદદ કરી હતી
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કાળ (Coronavirus)માં લાગેલા લોકડાઉનની વચ્ચે બોલિવુડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ દેશનાં જરૂરીયાતમંદોની મદદ કરવાં દેશની આમ જનતાનું દિલ જીતી લીધુ છે. ખાસ વાત તો એ છે કે, સોનૂ સૂદે લોકોની મદદ કરવાનું બંધ કર્યું નથી. લોકડાઉન (Lockddown)માં જે રીતે તેણે પ્રવાસી મજૂરોને તેમનાં ઘરે પહોચાડ્યા, ગરીબોને આર્થિક મદદ કરી તે જોઇને દેશની નજરમાં સોનૂ સૂદનું (Sonu Sood Twitter) સન્માન વધી ગયુ છે. સોનૂ સૂદ તેનાં નેક કામોને કારણે હવે ગરીબોનો મસીહા બની ગયો છે.
જે બાદ તે સતત ગરીબોની મદદ કરતો નજર આવી રહ્યો છે. હવે તેણે કોરોના કાળમાં નોકરી ગુમાવનારા જરૂરીયાતમંદોને ઇ-રિક્શા આપવાની યોજના બનાવી છે. એક્ટર ખુદ કમાઓ ઘર ચલાવો.. નામનો એક નવો કોન્સેપ્ટ લઇને આવ્યો છે. જે દ્વારા તે જરૂરીયાતમંદ યુવાઓને ઇ-રિક્શા આપી શકે છે. તે દ્વારા તે જે તે લોકોને આત્મનિર્ભર બનવાની તક આપી રહ્યો છે. જેમની નોકરીઓ કોરોના કાળમાં જતી રહી છે.
સોનૂ સૂદે તેની આ નવી યોજનાઓ અંગે એક ટ્વિટ પણ કરી છે. જે દ્વારા તેણે લોકોનેઆ યોજના સાથે જોડાયેલાં રહેવાની જાણકારી આપી છે. 'આવતી કાલનાં ઉજ્જવળ ભવિષ્ય માટે આજે એક નાનકડું પગલું. એવાં લોકોને ઇ-રિક્ષા ઉપલબ્ધ કરાવવી, જે આ દ્વારા તેનાં નાના બિઝનેસની શરૂઆત કરી શકે. લોકોને આત્મનિર્ભર બનવાની દિશામાં એક નાનકડો સહયોગ' જોકે, આ પહેલાં પણ સોનૂ સૂદ ગરીબો અને જરૂરતમંદોની મદદ માટે નવી નવી યોજનાઓ લાવી ચૂક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર