રસ્તા પર સુતા મા દીકરાને જોઇ ભાવૂક થયો સોનૂ સૂદ, બોલ્યો- કાલે આમનાં માથે છત હશે

સોનૂ સૂદ (Sonu Sood)એ ટ્વિટર પર એક અસહાય મહિલા (Woman) અને તેનાં બે બાળકો (Children)નાં માથે છત હોવાનો વાયદો કર્યો છે

સોનૂ સૂદ (Sonu Sood)એ ટ્વિટર પર એક અસહાય મહિલા (Woman) અને તેનાં બે બાળકો (Children)નાં માથે છત હોવાનો વાયદો કર્યો છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનો જાણીતો એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)તેનાં સારા કામો માટે ઘણી વખત ચર્ચામાં રહે છે. તેણે લોકડાઉન દરમિયાન અન્ય શહેરમાં ફસાયેલાં પ્રવાસી મજૂરોને તેમનાં ઘરે પહોચાડ્યાં હતાં. સોનૂ સૂદે ન ફક્ત બસની વ્યવસ્થા કરી હતી પણ અલગ અલગ રાજ્યોમાં પ્રશાસનથી પરવાનગી લીધી હતી. જરૂરીયાતમંદો માટે રસ્તા પર ઉતરીને કામ કરનારા સોનૂ સૂદે ફરી એખ વખત એક મજબૂર મહિલા અને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે. આ મહિલાની હાલત ખુબજ લાચાર છે તે ફૂટપાથ પર મજબૂર છે.

  સોનૂએ તેનાં ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ રીટ્વિટ કરી હતી. જેમાં અંકિત રાજગઢિયા નામનાં એક વ્યક્તિએ સોનૂ સૂદને ટેગ કરી તેની મદદ માંગી હતી. આ વ્યક્તિએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'સર આ મહિલાનાં પતિનું નિધન થઇ ગયુ છે. બિહારનાં પટનામાં રહેતી હતી મકાન માલિકે તેને ઘરમાંથી કાઢ મુકી છે. એક મહિનાથી રસ્તાનાં કિનારે પડી છે. 2 નાના બાળકો ભૂખથી તડપી રહ્યાં છે. મદદ કરો આપ. સરકાર પાસેથી આમને કોઇ જ આશા નથી.'  આ પોસ્ટ જોઇને સોનૂ સૂદ ભાવૂક થઇ જાય છે. અને તેણે રીટ્વિટ કરી છે કે, 'કાલે આ પરિવારનાં માથે છત હશે. અને આ બાળકો માટે એક ઘર જરૂર હશે.' સોનૂનાં આ રીતે અસહાય મહિલા અને તેનાં ભુખ્યા બાળકોને જોઇને બાળકોની મદદ કરવાનો વાયદો કર્યો છે. એક વખત ફરીથી સોશિયલ મીડિયા પર સોનૂ સૂદનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. તમામ તેનાં આ સારા કામ માટે તેનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

  આ પણ વાંચો- કંગના રનૌટનો દાવો, મહેશ ભટ્ટે તેને ચંપલ મારી છે અને મારવા માટે પાછળ દોડ્યો છે

  આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદ આ પહેલાં પણ ન ફક્ત રસ્તા પર ઉતરીને પણ સોશિયલ મીડિયા પર મદદ માંગતા રહેતા તમામ લોકો સુધી સહાયતા પહોંચાડે છે. તેણે આ રીતે ઘણાં લોકોની મદદ કરી છે અને સુરક્ષિત તેનાં ઘરે પહોચાડ્યાં છે.
  Published by:Margi Pandya
  First published: