Home /News /entertainment /Sonu Sood: સોનૂ સૂદ થયો કોરોના સંક્રમિત, લોકોને કહ્યું- મદદ માટે હંમેશા તમારી સાથે

Sonu Sood: સોનૂ સૂદ થયો કોરોના સંક્રમિત, લોકોને કહ્યું- મદદ માટે હંમેશા તમારી સાથે

મુંબઇ: દેશમાં કોરોનાની બીજી લહેર બે ગણી ઝડપે લોકોને સંક્રમિત કરી રહી છે. કેટલાય બોલીવૂડ એક્ટર બાદ હવે કોરોના કાળમાં ગરીબોનો મસીહા બનીને સામે આવેલા અભિનેતા સૌનૂ સૂદ (Sonu Sood Corona Positive) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. સોનૂસૂદે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ અંગેની માહિતી આપી હતી.

સોનૂ સૂદે તેની કોવિડ પોઝિટિવ મળ્યા બાદ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે ,સલામતીને ધ્યાનમાં રાખીને તેણે પોતાને અલગ રાખ્યા છે. સોનુ સૂદે તેમની પોસ્ટમાં લખ્યું છે- 'કોરોનાપોઝિટી. મૂડ અને ભાવના - સુપર હકારાત્મક. આપ સૌને નમસ્તે હું તમને કહેવા માંગુ છું કે આજે સવારે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મેં મારી જાતને આઇસોલેટ કરીને અલગ કરી છે.

સોનુ આગળ લખે છે- 'હું મારી જાતનું સંપૂર્ણ ધ્યાન રાખું છું. તમે મારી કોઇ ચિંતા કરશો નહીં, આ તમને મદદ કરવા માટે મને વધુ સમય આપ્યો છે. તમે બધાને યાદ છે કે હું હંમેશાં તમારા બધાની સાથે છું. જોકે, અભિનેતાની આ પોસ્ટ પછી તેના ફેન્સ ચિંતામાં આવી ગયા છે. ઘણા લોકોએ અભિનેતાની પોસ્ટ પર ટિપ્પણી કરી છે અને તેની ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે.

sonu sood

મહત્વનું છે કે, કોરોના સમયગાળા દરમિયાન, સોનુ સૂદ સતત ગરીબોની મદદ કરે છે. રોગચાળાના પ્રથમ તબક્કામાં તેણે આર્થિક રીતે નબળા વર્ગને જે રીતે મદદ કરી, કોઈ પણ તેમની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યું મ હતું.
First published:

Tags: Sonu sood, Sonu Sood News

विज्ञापन