સોનૂ સૂદે દેખાડી મોબાઈલની હાલત, સતત આવી રહ્યા છે બેડ, દવા અને ઓક્સિજન માટે મેસેજ, જુઓ video

ફાઈલ તસવીર

સોનુ સૂદે તેના મોબાઈલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે લોકો તેને મદદ માટે સતત મેસેજ કરે છે.

  • Share this:
મુંબઈઃ દેશમાં કોરોનાને (coronavirus) કારણે પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર જઈ રહી છે. હોસ્પિટલોમાં (hospital) પાયાની સુવિધાઓનો અભાવ છે. ઓક્સિજન સિલિન્ડરથી માંડીને દવાઓની મોટી અછત થઇ છે. આવી સ્થિતિમાં અભિનેતા સોનુ સૂદ દરેક જરૂરિયાતમંદને મદદ કરી રહ્યા છે. જેને લઈને સોનુ સૂદના મોબાઈલમાં (sonu sood mobile) સહાય માટે નોન સ્ટોપ મેસેજ આવી રહ્યા છે. કેટલાક બેડની વ્યવસ્થા કરવા માટે અભિનેતાની વિનંતી કરી રહ્યા છે, જ્યારે કેટલાક ઓક્સિજન સિલિન્ડર (oxygen cylinder) માટે મદદ માંગી રહ્યા છે.

સોનુ સૂદે તેના મોબાઈલનો એક વીડિયો સોશિયલ મીડિયા (social media) પર શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે લોકો તેને મદદ માટે સતત મેસેજ કરે છે. આ વીડિયોને શેર કરતા કૅપ્શનમાં લખ્યું છે - 'દેશભરમાંથી અમને જે ગતિથી રિકવેસ્ટ મળી રહી છે, તે દરેક સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. દરેક લોકો કૃપા કરીને આગળ આવો. અમને મદદ કરવા માટે તમારી જરૂર છે. તમે પોતાની ક્ષમતા અનુસાર શ્રેષ્ઠ પ્રયાસ કરો.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ અભિનેતાએ તેના મોબાઇલની હાલત ચાહકો સાથે શેર કરી હતી. આ વીડિયોમાં પણ અભિનેતાના મોબાઇલની પરિસ્થિતિ એવી જ કઈંક હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

પહેલાં લોકો અભિનેતાને પોતાના ઘરે જવા વિનંતી કરી રહ્યા હતા, હવે તેઓ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર, રેમેડિસવીર અને દવા માટે મદદની અપીલ કરી રહ્યા છે.








View this post on Instagram






A post shared by Sonu Sood (@sonu_sood)






ઉલ્લેખનીય છે કે લોકો સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાની મદદ માંગવામાં અચકાતા નથી અને અભિનેતા પણ કોઈ જરૂરિયાતમંદને નિરાશ કરતા નથી. આ જ કારણ છે કે, લોકો સતત સોનુ સૂદની મદદ મેળવવા માટે વિનંતી કરે છે.
First published: