Home /News /entertainment /Video : લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો સોનુ સૂદ, ફેન્સ કરી રહ્યા છે ભરપેટ વખાણ

Video : લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો સોનુ સૂદ, ફેન્સ કરી રહ્યા છે ભરપેટ વખાણ

સોનુ સૂદે શેર કર્યો વીડિયો

સોનુએ આ વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં તે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, સોનું ટ્રેનની બારી પાસે બેસીને બહાર જોઈ રહ્યો છે. તે મનન કરતો હોવાનું જોઈ શકાય છે. આ વિડીયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'જીવન એક સફર છે... સારી રીતે મુસાફરી કરો.

વધુ જુઓ ...
    બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ (Sonu sood) પોતાની ઉદારતા માટે જાણીતો છે. કોરોના મહામારી દરમિયાન તેણે લોકોને ઘણી મદદ કરી અને આજના સમયે પણ તે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. જેના કારણે લોકો સોનુને રીલ નહીં પણ રિયલ લાઇફ હીરો માને છે.

    હાલમાં જ તેણે પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વિડીયો પરથી જણાય છે કે કરોડોની કમાણી કરતો હોવા છતાં સોનું સુદના પગ આજે પણ જમીન પર છે.

    આ પણ વાંચો :  Bigg Boss 16 : ટીના દત્તા છે પરફેક્ટ 'BB'મટિરિયલ, એક નહીં આ 5 છે કારણો

    લોકલ ટ્રેનમાં મુસાફરી કરી


    સોનુએ આ વિડીયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં તે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, સોનું ટ્રેનની બારી પાસે બેસીને બહાર જોઈ રહ્યો છે. તે મનન કરતો હોવાનું જોઈ શકાય છે. આ વિડીયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'જીવન એક સફર છે... સારી રીતે મુસાફરી કરો.








    View this post on Instagram






    A post shared by Sonu Sood (@sonu_sood)





    ચાહકોએ કર્યા ભરપેટ વખાણ


    આ વિડીયો સામે આવ્યા બાદ ફેન્સ સોનું સુદની સાદગીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને તેને રિયલ હીરો ગણાવ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, સર તમે ખૂબ સારા વ્યક્તિ છો. આ ઉપરાંત ઘણા યુઝર્સ આ વિડીયો પર હાર્ટ ઇમોજીસ પણ શેર કરી રહ્યા છે.

    આ પણ વાંચો :  Video : પિતાના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો મહેશ બાબુ, આવી હાલત જોઇને ભાવુક થયા ફેન્સ

    સોનું આગામી સમયમાં કોરતાલામાં જોવા મળશે


    સોનુ સુદ છેલ્લે સમ્રાટ પૃથ્વીરાજ મૂવીમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની મુખ્ય ભૂમિકા ભજવી હતી અને મિસ યુનિવર્સ માનુષી છિલ્લરે સંયોગિતાનો રોલ કર્યો હતો. જ્યારે સોનુ સૂદે ચંદબરડાઇની મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ નીવડી હતી. આ સાથે જ પોતાની આવનારી ફિલ્મની વાત કરીએ તો અભિનેતા જલ્દી જ શિવ આચાર્યની ફિલ્મ કોરતાલામાં જોવા મળશે.



    અહીં ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ સોનુ સુદે ટ્રેનની મુસાફરીનો વિડીયો શેર કર્યો હતો. જેમાં સોનુ સૂદ ક્યારેક સીટ પર બેસીને તો ક્યારેક દરવાજા પર ઉભા રહીને હવા ખાતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પર નળમાંથી પાણી પણ પીધું હતું. અલબત આ પાણીને તેણે સુપરહેલ્ધી ગણાવતા ઘણા લોકોએ તેણે ટ્રોલ કર્યો હતો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Latest viral video, Sonu sood, Sonu Sood Help, Sonu Sood News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन