મુંબઈ-ગોવા ક્રુઝ કોરોના મામલે સોનુ સૂદ મદદ માટે આગળ આવ્યો
Corona blast in Mumbai Goa cruise ship: મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું. 66 સંક્રમિત મુસાફરોની સાથે, બાકીના નેગેટિવ આવેલા મુસાફરોને પણ મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ હવે આ મુસાફરોની મદદ માટે આગળ આવ્યો છે.
Corona blast in Mumbai Goa cruise ship: દેશમાં કોરોનાની બે લહેર વચ્ચે અભિનેતા સોનુ સૂદે (sonu sood) જે રીતે લોકોને મદદ કરી તે કોણ ભૂલી શકે. એક પછી એક કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સોનુ સૂદ 'સંકટ મોચક' બનીને લોકોની મદદ માટે આગળ આવ્યો છે. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ (Mumbai Goa cruise ship) ના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ માહિતી અનુસાર, ગોવા પોર્ટ (Goa Port) પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 સંક્રમિત મુસાફરોની સાથે, બાકીના નેગેટિવ આવેલા મુસાફરોને પણ મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ હવે આ મુસાફરોની મદદ માટે આગળ આવ્યો છે.
ક્રૂઝના 2000 મુસાફરોનો ટેસ્ટ કરતા 66 સંક્રમિત સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ જહાજમાં સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો.
જે મુસાફરો પોઝિટિવ નથી તેમનાથી કેમ ખતરો?
એક યુઝરે ટ્વીટ કર્યું, 'સોનુ સૂદ કૃપા કરીને મદદ કરો. મુંબઈથી ગોવા જતા 1950 કોરોના નેગેટિવ પેસેન્જરોને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. ગોવાના સત્તાવાળાઓ મનમાની કરે છે કે, તમામ 1950 નેગેટિવ મુસાફરો સાથે 66 કોરોના પોઝિટિવ મુસાફરો મુંબઈ પાછા ફરે, કારણ કે અનેક માટે ખતરો છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ.
સોનુુ સૂદે શું કહ્યું?
આ ટ્વીટના જવાબમાં સોનુ સૂદે કહ્યું, 'મને 1950 લોકોની સુરક્ષાને લઈને ચિંતા છે, તેમને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. આ મુસાફરોને કોરોના પોઝિટિવ પેસેન્જરો સાથે મુસાફરી કરવા દબાણ કરવું બિલકુલ ખોટું છે. આપણે આપણા લોકોની જવાબદારી લેવી જોઈએ. હું ગોવા સરકાર (goa government) ને અપીલ કરું છું કે, આ લોકોની મદદ કરે. હું પણ મારી રીતે તેમને મદદ કરું છું.
66 મુસાફરોના સંક્રમણ બાદ સરકાર તરફથી મુસાફરોને ક્રુઝ શિપમાંથી ઉતારવા અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારબાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જહાજના ઓપરેટરને તમામ મુસાફરોની કોવિડ ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, જો કોઈ સંક્રમિત જોવા મળશે તો તેમને ઉતરવા દેવામાં આવશે નહીં. આ ક્રૂઝ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલની નજીક છે કારણ કે MPT એ હજુ સુધી ગોવામાં ક્રુઝને ડોક કરવા માટે પરવાનગી આપી નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર