સોનૂ સૂદ પાસે દરરોજ કેટલાં લોકો માંગે છે મદદ? પહેલી વખત જાહેર કર્યા આંકડા
સોનૂ સૂદ પાસે દરરોજ કેટલાં લોકો માંગે છે મદદ? પહેલી વખત જાહેર કર્યા આંકડા
સોનૂ સૂદ, એક્ટર (ફાઇલ ફોટો)
સોનૂ સૂદે તેનાં ટ્વિટર પેજ પર ટ્વિટ કરીને માફી માંગી છે કે દરરોજનાં આટલા લોકો મદદ માટે મેસેજ કરે છે બધાને પહોંચી વળવા સંભવ નથી. જો કોઇ છૂટી જાય તો માફ કરશો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: લોકડાઉન દરમિયાન લોકોનાં મસીહા બની ચૂકેલાં સોનૂ સૂદ આ રસ્તે આગળ વધતા જઇ રહ્યાં છે. જે સફર મજબૂર પ્રવાસી મજૂરોની મદદ માટે શરૂ કર્યો હતો તે હવે એટલો બહોળો થઇ ગયો છે કે સોનૂ દેશનો જ નહીં પણ વિદેશમાં ફસાયેલાં મજબૂર ભારતીયોની મદદ માટે પણ આગળ આવી રહ્યો છે.
મદદ માટે સોનૂને દરરોજ કેટલાં લોકો સંપર્ક કરે છે તે અંગે સોનૂ સૂદે એક ટ્વિટ કરીને જણાવ્યું છે. તેણે જે આંકડા શેર કર્યા છે તે ચોકાવનારા છે. આ આંકડા મજુબ સોનૂ લખે છે કે, '1137 મેલ, 19000 ફેસબૂક મેસેજ, 4812 ઇનસ્ટાગ્રામ મેસેજ અને 6741 ટ્વિટર મેસેજ આ તમામ આજનાં હેલ્પ મેસેજ છે. એવરેજ આંકડા જુઓ તો દરરોજ આશરે આટલાં લોકો મને રિક્વેસ્ટ મોકલે છે મદદ માટે. એક વ્યક્તિ તરીકે આ સંભવ નથી કે આપ તમામ સુધી હું પહોંચી શકું.
Today’s HELP messages.
On an average these are the number of requests I get for HELP. It is humanly impossible to reach out to everyone. I still try my best.
Apologies if I missed your message🙏
આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદે લોકડાઉન દરમિયાન અગણિત પ્રવાસી મજૂરોને તેમનાં ઘરે પહોંચાડવાનું કામ કર્યુ હતું. તેનાં પર હાલમાં એક બૂક લખાઇ રહી છે જે ટૂંક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ હશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર