સોનૂ સૂદે માની યાદમાં શેર કરી ખાસ પોસ્ટ, હાથથી લખેલી ચિઠ્ઠી જોઇ ફેન્સ પણ થયા ભાવૂક

(photo credit: twitter/@SonuSood)

સોનૂ સૂદ (Sonu Sood)એ તેની માતા સરોજ સૂદની યાદમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તેની માતાની અલગ અળગ તસવીરો અને તેમનાં હાથથી લખેલી ચિઠ્ઠી શેર કરી છે. એક્ટરે જે વીડિયો શેર કર્યો છે તેમાં બેકગ્રાઉન્ડમાં 'તારે જમી પર..' ફિલ્મનું ગીત 'મા' વાગી રહ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત રવિવારે એટલે કે 9 મેનાં વિશ્વ આખુ મધર્સ ડે (Mother's Day 2021) ઉજવી રહ્યું છએ. તમામની જેમ બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેમની માતા માટે આ આખાસ દિવસે તેમનાં સાથેની તસવીરો યાદો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી રહ્યાં છે. અને પોતાનાં ઇમોશન શેર કરી રહ્યાં છે. એક્ટર સોનૂ સૂદ (Sonu Sood)એ પણ આ મધર્સ ડેની રાત્રે તેની માતાને યાદ કરતી એક સુંદર પોસ્ટ શેર કરી છે. જેમાં એક્ટર ઘણોજ ભાવૂક થઇ ગયો છે.

  સોનૂ સૂદે તેની માતા સરોજ સૂદને યાદ કરતાં વીડિયો શેર કર્યો છે તે જોઇને ફેન્સ પણ ભાવૂક થઇ ગયા છે. આ વીડિયો શેર કરતાં સોનૂએ કેપ્શનમાં લખ્યું છે, 'આપન હમેશાં મને ખુદ પર વિશ્વાસ કરવાની મજબૂતી આપી.' તો વીડિયોની કેપ્શનમાં તેણે હાર્ટ ઇમોજીની સાથે 'મા' લખ્યું છે. એક્ટરની પોસ્ટ પર ઘણાં યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. મા માટે શેર કરેલી સોનૂની પોસ્ટ ઘણી પસંદ થઇ રહી છે.

  આપને જણાવી દઇએ કે, સોનૂ સૂદની મા એક પ્રોફેસર હતી. કોરોના કાળમાં ગરીબોનાં મસીહા બનેલાં સોનૂ સૂદની માતાનાં સન્માનમાં હાલમાં જ તેને ગૃહનગર પંજાબનાં મોગામાં એક સડકનું નામ તેમનાં નામે રાખવામાં આવ્યું હતું. સોનૂએ વીડિયો શેર કરીત તેની ખુશી જાહેર કરી હતી. કે તેનાં માટે આ જગ્યા ખુબજ ખાસ છે. કારણ કે આ સડકનું નામ સરોજ સૂદનાં નામથી ઓળખાય છે. એક્ટરે જણાવ્યું કે, તેની માતા જ્યારે કોલેજ જતી હતી તો આ રોડ પરથી થઇને પસાર થતી હતી. તેથી આ જગ્યા તેનાં માટે ખાસ છે.
  Published by:Margi Pandya
  First published: