સોનુ સૂદ (Sonu Sood) બોલિવૂડનો એવો સ્ટાર છે, જેને લોકો મસીહા માને છે. લોકડાઉન દરમિયાન પરપ્રાંતિયોને મદદ (Sonu Sood Help) કરવા બદલ લોકોએ તેના ખૂબ વખાણ કર્યા. નિઃસ્વાર્થપણે લોકોની મદદ કરી, જેના કારણે આજે તે દેશના લોકો માટે વાસ્તવિક જીવનનો હીરો બની ગયો છે. સોનુ સૂદ (Sonu Sood News) પોતાની ઉદારતાના કારણે આજે કરોડો દિલો પર રાજ કરી રહ્યો છે. ફિલ્મોમાં મોટાભાગે વિલનની ભૂમિકામાં દેખાતો સોનુ રિયલ લાઈફનો હીરો (Sonu Sood Real Hero) છે અને તેણે આ વાત ફરી એકવાર સાબિત કરી દીધી છે. સોનુ સૂદ હવે જરૂરિયાતમંદ પરિવારને ભેંસ આપી રહ્યો (Sonu Sood providing buffalo to the needy family) છે, પરંતુ આ માટે તેણે એક શરત મૂકી છે.
સોનુ સૂદ પાસે મદદ માંગી
સોનુ સૂદ સોશિયલ મીડિયા (Sonu Sood Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. હવે લોકો સોશિયલ મીડિયા પર સોનુ સૂદ પાસેથી મદદ માંગે છે, જેમણે કોરોના સમયગાળા દરમિયાન લોકોની મદદ કરી હતી. તાજેતરમાં, તેણે એક ટ્વિટ જોયું, જેમાં એક વ્યક્તિએ તેને એક ગરીબ પરિવારની મદદ કરવાનું કહ્યું હતું. ભાનુ પ્રસાન નામના યુઝરે ટ્વીટ કરીને લખ્યું- હેલો સોનુ સૂદ સર... નાલગોંડા જિલ્લાનો આ પરિવાર... કોવિડને કારણે આ પરિવારના વડાનું મોત થયું છે. પરિવારમાં ત્રણ બાળકો છે અને આ બાળકોની માતા કેન્સર સામેની લડાઈ લડી રહી છે. તેથી કૃપા કરીને તેમના માટે ભેંસ ખરીદો, જેથી તેઓ તેમની આજીવિકા મેળવી શકે.
શું શરત રાખી?
આ ટ્વીટ જોયા બાદ સોનુ સૂદે રીટ્વીટ કર્યું અને લખ્યું- 'ચલ બેટા, આ પરિવારની ભેંસ આપાવી દઉ છુ. બસ દૂધમાં પાણી મિક્સ ન કરો'. હવે તેનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેના આ ટ્વીટને જોયા બાદ ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
કોરિયોગ્રાફર શિવશંકરની મદદની જાહેરાત
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સોનુ સૂદે પીઢ કોરિયોગ્રાફર શિવ શંકરની મદદની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, શિવશંકર પણ કોરોનાનો શિકાર બની ગયા હતા, જેના કારણે તેમની હાલત અત્યારે નાજુક છે. આર્થિક સમસ્યાઓના કારણે શિવશંકરનો પરિવાર તેમની સારવાર કરાવવામાં અસમર્થ છે. વામસી કાકા નામના યુઝરે ટ્વિટર પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે શિવશંકરની ગંભીર સ્થિતિ અને તેમના પરિવારની નબળી આર્થિક સ્થિતિ વિશે વાત કરી છે.
સોનુ સૂદે શિવશંકરને મદદનું આશ્વાસન આપ્યું છે. સોનુ સૂદ લખે છે - 'હું પરિવારના સંપર્કમાં છું અને તેમનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરીશ.' સોનુ સૂદની સાથે સાઉથ સિનેમાના સુપરસ્ટાર ધનુષ પણ શિવશંકરની મદદ માટે આગળ આવ્યો છે. શિવ શંકર સાઉથ સિનેમાના જાણીતા કોરિયોગ્રાફર છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર