Home /News /entertainment /Sonu Soodના ઘર અને મુંબઈ ઓફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી

Sonu Soodના ઘર અને મુંબઈ ઓફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ ત્રાટકી

સોનૂ સૂદના 6 અલગ અલગ સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા. તસવીર-Instagram @sonu_sood

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સોનુ સૂદ (Sonu Sood) ની મુંબઈ ઓફિસ પર 'સર્વે' કર્યો છે. અહેવાલ છે કે આ દરોડા 6 અલગ અલગ વિસ્તારોમાં પાડવામાં આવ્યા છે.

મુંબઈ: આવકવેરા વિભાગે (IT) સોનુ સૂદ (Sonu Sood) ની મુંબઈ ઓફિસ પર 'સર્વે' કર્યો છે. અહેવાલ છે કે, આ દરોડા 6 અલગ અલગ વિસ્તારોમાં પાડવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા સોનુ સૂદને દિલ્હી સરકાર (Government of Delhi) દ્વારા શાળાના બાળકો માટે શરૂ કરાયેલા માર્ગદર્શક કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador)બનાવવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગયા મહિને ઓગસ્ટમાં સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી (CM of delhi) અરવિંદ કેજરીવાલ (Arvind Kejariwal) સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ સીએમ કેજરીવાલ અને અભિનેતા સોનુ સૂદે સંયુક્ત રીતે મીડિયાને સંબોધન કર્યું હતું. CM કેજરીવાલે કહ્યું હતું કે, સોનુ સૂદ દિલ્હી સરકારના ખાસ કાર્યક્રમ 'દેશ કે મેન્ટર્સ' ના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે સંમત થયા છે.

સોનુ સૂદને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ-એમ્બેસેડર સોનુ સૂદ છે. કેજરીવાલે કહ્યું હતું કે આજે તે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. આજે આટલી બધી સરકારો જે નથી કરી શકતી એ સોનુ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનુ સૂદ પાસે મદદ માગે છે તે તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલાં બાળકો ઘણુંબધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી.


આ પણ વાંચો: અજય દેવગણના 'ફૂલ ઔર કાંટે'ના સ્પ્લિટ સ્ટંટ પર આનંદ મહિન્દ્રાએ પણ આપ્યું રિએક્શન, જુઓ Video

સોનુ સૂદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં સૌ પહેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે દેશભરના લોકોને વિવિધ રીતે મદદ કરતો રહ્યો છે. પંજાબ તથા દિલ્હી સરકારે સોનુ સાથે મળીને કામ કર્યું છે. આ ઉપરાંત સોનુએ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. સોનુ સૂદ દેશનાં 16 શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે.

ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
First published:

Tags: Sonu sood, Sonu Sood News