Home /News /entertainment /સોનૂ સૂદને ઢોસા બનાવતા જોઇ ખુશ થઇ ગઇ ફરહા ખાન, VIDEO જોઇ એક્ટરને બોલાવ્યો ઘરે
સોનૂ સૂદને ઢોસા બનાવતા જોઇ ખુશ થઇ ગઇ ફરહા ખાન, VIDEO જોઇ એક્ટરને બોલાવ્યો ઘરે
(photo credit: instagram/@sonu_sood)
વીડિયોમામં સોનૂ સૂદ (Sonu Sood)નું છુપુ ટેલેન્ટ સામે આવ્યું છે. જેમાં તે શૂટિંગ સેટ પર નજર આવી રહ્યો છે. વીડિયોમાં સોનૂ સૂદને ઢોસા બનાવતા જોઇ શકાય છે. એક્ટરે સોશિયલ મીડિયા પર વીડિયો તેનાં ફેન્સની સાથે શેર કર્યો છે. જેમાં તે બધાને સરસ અને ક્રિસ્પી ઢોસા બનાવવાની ટિપ્સ આપતાં નજર આવી રહ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) કોરોના કાળમાં ફક્ત ગરીબોનાં મસીહા બનીને જ નહીં પણ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત બનીને સામે આવ્યો છે. એક્ટરનાં સારા કામની ચર્ચા સામાન્ય થઇ ગઇ છે. કારણ કે તે દરેક સમયે તેની નેક દિલી સાબિત કરતો રહ્યો છે. આ માટે તેને અલગ અલગ રીતે સન્માનિત પણ કરવામાં આવ્યો છે. હવે સોનૂ સૂદ (Sonu Sood VIDEO)નો એક વીડિયો સામે આવ્યો છે અને તેની એક અલગ જ બાજુ જોવા મળી છે. આ વખતે સોનૂ અન્યની મદદ કરતાં નહીં પણ જમાડતો નજર આવી રહ્યો છે. જેમાં તેનું છુપુ ટેલેન્ટ જોવા મળી રહ્યું છે.
આ વીડિયો શૂટિંગ સેટ પરનો છે. વીડિયોમાં સોનૂ સૂદ ઢોસા બનાવતો નજર આવી રહ્યો છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો તેનાં ફેન્સ સાથે શેર કર્યો છે. જેમાં તે તમામને ક્રિસ્પી ઢોસા બનાવવાની ટીપ્સ આપે ચે અને પોતાનું હિડન ટેલેન્ટ દર્શાવે છે. એક્ટરનાં ફેન તેનાંથી ખુબ જ ખુશ છે. જે કમેન્ટ કરતાં તેનાં વખાણ કરી રહ્યાં છે.
સોનૂ સૂદની આ કળાથી હવે ફરહા ખાન પણ ખુશ નજર આવે છે. તેણે એક્ટરની કુકિંગ સ્કિલથી ખુશ થઇ તેને ઘરે આમંત્રણ આપ્યું છે. એક્ટરનાં વીડિયો પર કમેન્ટ કરતા ફરાહ લખે છે. 'ઘરે આવી જા તો..' વીડિયોમાં સોનૂ સૂદ મજાકિયા અંદાજમાં કહે છે કે, મેકર્સે ઢોસા બનાવવા માટે ઓફનાં દિવસે તેને ઘરેથી સેટ પર બોલાવ્યો છે. આજે મારી રજા હતી.
સોનૂ સૂદનો ઢોસા બનાવવાનો અંદાજ જોઇ ફેન્સ તેનાં પર ઇમ્પ્રેસ થઇ ગયા છે. જે રીતે તે ઢોસા પીરસતો નજર આવે છે તેનાં ફેન્સને ગમી ગયુ છે. વર્કફ્રન્ટની વાત કરી એ તો, સોનૂ હાલમાં જ એક પંજાબી મ્યૂઝિક વીડિયોમાં નજર આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં તે તેની ફિલ્મ 'કિસાન' ની શૂટિંગમાં વ્યસ્ત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર