સોનુ સૂદ કોરોના પીડિતોની મદદ ન કરી શકતા ટ્વિટ કરીને કહ્યું- ‘આપણે અસફળ થયા’

સોનુ સૂદ કોરોના પીડિતોની મદદ ન કરી શકતા ટ્વિટ કરીને કહ્યું- ‘આપણે અસફળ થયા’
સોનૂ સૂદ મદદ કરવામાં થયો નિષ્ફળ

એક્ટર સોનુ સૂદનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તે છતા તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. સોનુ સૂદે ટ્વિટ કર્યું છે કે હવે તેઓ પણ કોરોના પીડિતોની મદદ નથી કરી શકતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ રહ્યું છે. કોરોના પર કાબૂ મેળવવા અનેક રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે હેલ્થ કેર સિસ્ટમ પણ નબળી જોવા મળી રહી છે. એક્ટર સોનુ સૂદનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તે છતા તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. સોનુ સૂદે ટ્વિટ કર્યું છે કે હવે તેઓ પણ કોરોના પીડિતોની મદદ નથી કરી શકતા.

સોમવારે રાત્રે અભિનેતા સોનુ સૂદે ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે 570 બેડની જરૂરિયાત છે, તેઓ માત્ર 112 બેડની જ વ્યવસ્થા કરી શક્યા છે. 1477 રેમડેસીવીર ઈંજેક્શનની જરૂરિયાત છે, તેઓ માત્ર 18 રેમડેસીવીર ઈંજેક્શનની વ્યવસ્થા કરી શક્યા છે. તેમણે ટ્વિટમાં વધુ જણાવ્યું કે, “અહીંયા આપણે ફેઈલ થઈ ગયા, એટલા માટે આપણી હેલ્થ કેયર સિસ્ટમ પણ અસફળ થઈ છે.” સોનુ સૂદ ગત વર્ષથી લોકોની મદદ કરી રહ્યા છે. જો આ બાબતે તેઓ ખુદને અસફળ ગણાવી રહ્યા છે, તો આવનારા સમયમાં શું થશે?ગયા વર્ષો કોરોના ફેલાતો રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે સૌથી વધુ તકલીફ પ્રવાસી મજૂરોને થઈ હતી. બોલીવુડ અભિનેતા સોનુ સૂદે આગળ આવીને તેમની મદદ કરી હતી. પ્રવાસી મજૂરો લોકડાઉન બાદ ચાલીને અને સાઈકલની મદદથી એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈ રહ્યા હતા.

કોરોનાને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હીમાં એક અઠવાડિયા માટેનું લોકડાઉન કરવામાં આવ્યું છે.
Published by:News18 Gujarati
First published:April 20, 2021, 15:40 IST