Sonu Sood IT Raid:સોનૂ સૂદની વધશે મુશ્કેલી, IT વિભાગે લગાવ્યો 20 કરોડની કર ચોરીનો આરોપ

સોનૂ સૂદની ઓફિસમાંથી 1 કોરડ 8 લાખ જેટલી કેસ મળી હતી.

બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood)ની મુશ્કેલી વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આયકર વિભાગે (Income Tax Raids)ની ટીમ સતત ચોથા દિવસે સોનૂ સૂદના 28 સ્થાનો પર તપાસ ચાલી રહી છે, સૂત્રોએ દાવો કર્યો કે, ઈન્કમ ટેક્સ વિભાગે શરૂ કરેલી તપાસમાં કર ચોરીના (Tax Evasion) પાક્કા પુરાવાઓ મળ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood)ની મુશ્કેલી વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આયકર વિભાગે (Income Tax Raids)ની ટીમ સતત ચોથા દિવસે સોનૂ સૂદના 28 સ્થાનો પર તપાસ ચાલી રહી છે, સૂત્રોએ દાવો કર્યો કે, ઈન્કમ ટેક્સ વિભાગે શરૂ કરેલી તપાસમાં કર ચોરીના (Tax Evasion) પાક્કા પુરાવાઓ મળ્યા છે. સમચાારો મળી રહ્યા છે કે, ઈન્કમ ટેક્સ વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરગ્રામ સ્થિત ઓફિસો પર રેડ કરવમાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ (Income Tax department) અનુસાર ટીમની તપાસ દરમિયાન 20 કરોડની ટેક્સ ચોરી કરી હોવાના પુરાવાઓ મળ્યા છે. મહત્વનું છે કે, સર્ચ ઓપરેશનની દરમિયાન ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને 1 કરોડ 8 લાખ રૂપિયાની રોકડ મળી છે. જેમાં 11 લોકર પણ મળી આવ્યા છે.

    સૂત્રોએ દાવો કર્યો છે કે, ઈન્કમ ટેક્સ વિભાગને આ સર્ચ ઓપરેશનમાં ટેક્સની હેરાફેરીના પાક્કા પુરવાઓ મળ્યા છે. ટેક્સની હેરાફેરી સોનૂ સૂદેના પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલી છે. અત્યાર સુધી મળી રહેલી જાણકારી અનુસરા ફિલ્મોમાંથી મળેલી રકમમાં પણ ટેક્સ ચોરી કરવામાં આવી છે. હવે ઈન્કમ ટેક્સ વિભાગ હવે સોનૂના ચૈરિટી ફાઉન્ડેશનના એકાઉન્ટની પણ તપાસ કરી રહ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ અનુસાર અભિનેતાએ બેનામી રકમને નકલી કંપનીઓમાં ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા છે .

    21 જુલાઈ 2020 થી અત્યાર સુધી, અભિનેતા દ્વારા બનાવેલ ચેરિટી ફાઉન્ડેશને આશરે 18.94 કરોડ રૂપિયા દાન તરીકે એકત્ર કર્યા છે, જેમાંથી લગભગ 1.9 કરોડ રૂપિયા વિવિધ રાહત કાર્યોમાં ખર્ચવામાં આવ્યા હતા જ્યારે 17 કરોડ રૂપિયા હજુ પડ્યા છે. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, FCRAનું ઉલ્લંઘન કરીને સોનુ સૂદના આ ચેરિટી ફાઉન્ડેશનમાં 2.1 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: ભ્રષ્ટ એન્જીનિયર ચાંદીના વાસણમાં જ ખાવાનું ખાતો હતો, ઘણા ફ્લેટ્સ અને જમીનના દસ્તાવેજ મળ્યા

    આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર લખનૌમાં સોનુ સૂદના નજીકના ઉદ્યોગપતિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપના ઘણા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સોનુ સૂદે આ જૂથના ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં પણ રોકાણ કર્યું છે, જેના કારણે તેના પર કમાણી છુપાવવાનો આરોપ પણ લાગ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જૂથે બોગસ બિલિંગ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિ પણ કરી છે. આવકવેરા વિભાગની ટીમે લગભગ 65 કરોડ રૂપિયાની ગેરરીતિ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ સાથે, એવું પણ જાણવા મળ્યું છે કે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપે કરોડો રૂપિયાના રોકડ અને ડિજિટલ વ્યવહારો પણ કર્યા છે, જે એકાઉન્ટ બુકમાં દર્શાવવામાં આવ્યા નથી.
    Published by:kuldipsinh barot
    First published: