કોરોના કાળમાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદ ખાસ એવોર્ડથી સન્માનિત કરાયો

News18 Gujarati
Updated: September 29, 2020, 5:58 PM IST
કોરોના કાળમાં લોકોની મદદ કરવા બદલ સોનૂ સૂદ ખાસ એવોર્ડથી સન્માનિત કરાયો
સોનૂ સૂદ, એક્ટર

બોલિવૂડ એક્ટર સોનૂ સૂદને તેનાં સુંદર કામ બદલ સ્પેસલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોઇજ પ્રકારનાં વળતી મદદની આશા રાખ્યા વગર ગરીબોની કોરોના કાળમાં ખૂબ મદદ કરનારા એક્ટર સોનૂ સૂદને UNDPથી સન્માનિત કરવામાં આવ્યો છે. સોનૂ સૂદને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા ખાસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યો છે.

સોનૂ સૂદે પગે ચાલીને ગામડે જનારા ગરીબોનાં વ્હારે આવ્યો હતો અને તેમનાં માટે બસની વ્યવસ્થા કરી હતી. તેણે હજારો પગે ચાલીને જનારા લોકોને મદદ કરીને ઘરે પહોંચાડ્યા હતાં. એટલું જ નહીં આ સીવાય પણ તેણે ઘણાં ગરીબ ખેડૂતો, વિદ્યાર્થીઓની પણ મદદ કરી હતી. આ સીવાય તેણે વિદેશમાં ફસાયેલાં લોકોને પણ દેશમાં પરત લાવ્યાં છે.
View this post on Instagram


A post shared by Sonu Sood (@sonu_sood) on


આ માટે સોનૂ સૂદને વર્ચ્યૂઅલ એવોર્ડ આપવામાં આવશે. આજે સાંજે તેને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સોનૂ સદ ઉપરાંત આ એવોર્ડ ફંક્શનમાં એન્જલિના જોલી, ડેવિડ બેકહમ, લિયોનાર્ડો ડીકેપ્રીઓ, એમા વોટ્સન, લિઆમ નીસન, કેટ બ્લેન્સેટ, એન્ટીનો બેડ્રેસ, નિકોલ કિડમેન, અને પ્રિયંકા ચોપરા પણ આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
Published by: Margi Pandya
First published: September 29, 2020, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading