Home /News /entertainment /

Sonu Sood Helped: 4 હાથ-પગ સાથે જન્મેલી અઢી વર્ષની 'ચહુંમુખી'ની સુરતમાં થઇ સફળ સર્જરી, સોનુ સૂદે કરી મદદ

Sonu Sood Helped: 4 હાથ-પગ સાથે જન્મેલી અઢી વર્ષની 'ચહુંમુખી'ની સુરતમાં થઇ સફળ સર્જરી, સોનુ સૂદે કરી મદદ

સોનુ સૂદે ઉઠાવ્યો બાળકીની બાળકીની સર્જરીનો ખર્ચ

Bihar Girl Surgery in Surat: બાળકીને 30મી મેનાં રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં તેનું પહેલાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને બાદલમાં હોસ્પિટલનાં ડૉક્ટર મિથુન અને તેમની ટીમની 7 કલાકની સફળ મહેનત બાદ આ સર્જરી પાર પડી હતી. સોનુ સૂદે (Sonu Sood Helped) આ સર્જરીનો તમામ ખર્ચો ઉઠાવ્યો છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિહારમાં ચહુંમુખી નામની બાળકી ચાર હાથ-પગ સાથે જન્મી હતી. તે અઢી વર્ષ સુધી તેનાં ચાર હાથ પગ સાથે જીવી જે બાદમાં સોનુ સુદની મદદથી તેનું સફળ ઓપરેશન થયું. ખાસ વાત તો એ છે કે, આ ઓપરેશન ગુજરાતનાં સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. ચહુંમુખી બિહારનાં નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. બાળકીનાં ઓપરેશનનો તમામ ખર્ચો સોનુ સૂદે ઉઠાવ્યો છે. આ બાળકીનું સફળ ઓપરેશન થઇ ગયુ છે.અને તે હવે સ્વસ્થ થઇ રહી છે.

    બાળકીને 30મી મેનાં રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જ્યાં તેનું પહેલાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને બાદલમાં હોસ્પિટલનાં ડૉક્ટર મિથુન અને તેમની ટીમની 7 કલાકની સફળ મહેનત બાદ આ સર્જરી પાર પડી હતી.

    સુરતમાં ચહુંમુખીની થઇ સફળ સર્જરી


    બાળકીને ચાર પગ અને ચાર હાથ હતાં. જેમાં બે હાથ અને પગ પેટનાં ભાગે ચોટેલાં હતાં. પરિવાર પાસે તેની સારવાર માટેનો ખર્ચો ઉપાડવાની શક્તિ ન હતી. તેથી તેમણે સૌશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો પાસે મદદ માંગી હતી. આ વાત સોનુ સૂદ સુધી પહોંચી હતી જે બાદ બાળકીનાં ઓપરેશનની વાત થઇ હતી. હાલમાં બાળકીનું સફળ ઓપરેશન થઇ ગયું છે. અને તે સ્વસ્થ છે.





    30 મેનાં રોજ સોનુ સૂદે કરી હતી આ મામલે પહેલી ટ્વિટ-
    સોનુ સૂદે 30 મનાં રોજ આ દીકરીની સર્જરી મામલે પહેલી ટ્વિટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ટેન્શન ન લેતા, ઇલાજ શરૂ કરાવી દીધુ છે. બસ દુઆ કરજો.





    કિરણ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, 'બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. કલાકોના ઓપરેશન બાદ તેની સર્જરી થઈ શકી છે.'

    ગરીબોનો મસિહા છે સોનુ સૂદ-
    બોલિવૂડ એક્ટર સોનુ સૂદ તેની દરિયાદિલીની કારણે આજે આખા દેશમાં પ્રખ્યાત થઇ ગયો છે. કોરોના કાળમાં ગરીબોને તેમનાં ઘર સુધી પહોંચાડવા માટે તેણે બસ સેવા શરૂ કરી હતી. કોઇપણ ગરીબ પગપાળા ઘરે નહીં જાય તે હેતુથી તેણે આ સદકાર્ય કર્યુ હતું જે બાદ તે ગરીબોની મદદ માટે તેનાંથી બનતા બધા જ કામ કરે છે. કોઇ ગરીબને ખેતરમાટે જરૂરી ટ્રેક્ટર અપાવી દે છે. તો કોઇ બાળકની સ્કૂલનાં પૈસા ચુકવે છે. તો કોઇને ગામનું તુટેલું ઘર હોય તે રિપેર કરાવી આપે છે. દરેકની જરૂરિયાત મુજબ અને વસ્તુનું મહત્વ સમજીને સોનુ સૂદ અને તેની ટીમ ગરીબોની મદદ કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Bihar Girl, Sonu sood, સુરત

    આગામી સમાચાર