સોનૂ સૂદે ખેતર ખેડતી છોકરીઓની 24 કલાકમાં કરી મદદ, જુઓ VIDEO

સોનૂ સૂદે આ બન્ને બહેનોની કરી મદદ

પરિવારની બે દીકરીઓ માતા-પિતાને મદદ માટે ખેતર ખેડી રહી હતી. તેમના માટે સોનૂ સૂદ મસીહા બનીને આવ્યો

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ ગરીબો માટે સુપર હિરો બની ગયો છે. તેણે ફરી એક વખત એક ગરીબ પરિવારની મદદ કરી છે. ગત રોજ તેણે એક ફોટો જોયો હતો જેમાં બે દીકરીઓ ખેતર ખેડવાનું કામ કરતી હતી. ત્યારે તેણે તેનાં ટ્વટિર પર તે દીકરીઓની તસવીર શેર કરીને લખ્યુ હતું કે, હવે વધુ નહીં..  આ દીકરીઓને ભણવા દો હું તેમને એક જોડી બળદ આપીશ. જોકે શનિવારે કરેલી આ ટ્વિટ બાદ સોનૂએ રવિવારે સવારે ફરી એક ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યુ હતું કે, 'આ પરિવાર બળદ નહીં પણ ટ્રેક્ટરનાં હકદાર છે. માટે સાંજ સુધીમાં એક ટ્રેક્ટર મોકલી આપવામાં આવશે.' અને સોનૂએ તેનો વાયદો પૂર્ણ કર્યો. તે ગરીબ દીકરીઓનાં પરિવારને ટ્રેક્ટર મોકલી આપવામાં આવ્યું.  પરિવારની બે દીકરીઓ માતા-પિતાને મદદ માટે ખેતર ખેડી રહી હતી. તેમના માટે સોનૂ સૂદ મસીહા બનીને આવ્યો અને પરિવારને ભેટમાં એક ટ્રેક્ટર આપ્યું. જેના પછી ગરીબ પરિવારના તમામ સભ્યો ખુબ જ ખુશ થઇ ગયા. પોતાના વાયદા અનુસાર, સોનૂ સૂદે એ સુનિશ્ચિત કર્યું કે આન્દ્ર પ્રદેશનાં ચિત્તૂર ડિસ્ટ્રીક્ટનાં મહાલરાજુવારી પલ્લાનાં ગામનાં ખેડૂત પરિવારને ટ્રેક્ટર મળી જાય.

  આ વિશે એન ચંદ્રા બાબુ નાયડુએ ટ્વિટ કરીને માહિતી આપી છે. કે તમારા દ્વારા આપવામાં આવેલ મદદ મળી ગઇ છે. તે બદલ આપનો આભાર.
  Published by:Margi Pandya
  First published: